Voice of Surat

ભારતીય સંસ્કૃતિની લૌકિક કથા હવે આધુનિક પેઢી માટે, ઓરેન્ડા ગ્રુપ અને સાંઇરામ દવે દ્વારા ‘રાધા – એક પ્રેમ અવતાર’નું પ્રસ્તુતિકરણ

Posted On: |4 min read
Voice of Surat News

ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક પરંપરામાં રાધાના ચરિત્રને એક નવા અને આધુનિક દૃષ્ટિકોણથી રજૂ કરવાના ઉદ્દેશ્ય સાથે ઓરેન્ડા ગ્રુપ દ્વારા રાધાષ્ટમીના પાવન અવસરે ‘રાધા –એક પ્રેમ અવતાર’ નામનો નાટ્ય અને સંગીતના સમન્વય સાથેનો મલ્ટીમીડિયા શો રજૂ કરવામાં આવ્યો હતો. ૧૯ સપ્ટેમ્બરના રોજ શેલા, અમદાવાદ સ્થિત ઔડા (AUDA) ઓડિટોરિયમ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું આલેખન અને રચના જાણીતા ગુજરાતી હાસ્ય કલાકાર, લોક સાહિત્યકાર, લેખક અને કેળવણીકાર સાંઇરામ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. સાંઇરામ દવે દ્વારા આ પહેલા પણ કસુંબો, વિરાંજલી અને નમોત્સવ જેવા મેગા મલ્ટીમીડિયા શોને પણ અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો છે. સંપૂર્ણ શોનું દિગ્દર્શન વિરલ રાચ્છ દ્વારા કરવામાં આવ્યું હતું અને સંકલ્પના અમિત દવેની છે.

‘રાધા –એક પ્રેમ અવતાર’ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ પૂરતો સીમિત ન રહેતા, ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલી અર્થસભર કથાઓને આધુનિક પેઢી સુધી પહોંચાડવાના ઓરેન્ડા ગ્રુપના વિશાળ વિઝનનો એક ભાગ છે. ગ્રુપનો ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિની કથાઓ અને વિષયોને બૌદ્ધિક સંપદા તરીકે વિકસાવીને તેમના મૂળ ભાવ અને ઊંડાણ સાથે નવી પેઢી સમક્ષ રજૂ કરવાનો છે.

આ કાર્યક્રમની કલ્પનાનો પ્રારંભ નવેમ્બર ૨૦૨૪માં ઓરેન્ડા ગ્રુપના ફાઉન્ડર તરુણ શાહની વ્રજ મુલાકાત દરમિયાન થયો હતો. પરિવાર સાથેની આ મુલાકાત દરમિયાન તેઓ રાધા રાણીના જન્મસ્થળ તરીકે માનવામાં આવતા રાવલ ગામે પહોંચ્યા હતા. આ મુલાકાતે તેમને રાધાના ચરિત્ર અને ભારતીય પરંપરામાં તેમના સ્થાનને વધુ ઊંડાણપૂર્વક સમજવાની પ્રેરણા આપી. એમની ઈસ્ટ આફ્રિકાની મુલાકાત દરમિયાન એક કાર્યક્રમમાં સાંઇરામ દવેની રાધાજી ઉપરની એક કવિતા આ સમગ્ર કાર્યક્રમના સર્જનમાં પાયારૂપ બની.

તરુણ શાહે પોતાના અનુભવ અંગે જણાવ્યું હતું કે, “આ વિચારની શરૂઆત પરિવાર સાથે વ્રજ મુલાકાત દરમિયાન થઈ હતી. આપણે સૌ ભગવાન કૃષ્ણ વિશે ઘણું બધું જાણીએ છીએ, પરંતુ રાધાજી વિશેની આપણી જાણકારી ઘણીવાર એક પ્રચલિત પ્રેમકથા પૂરતી જ મર્યાદિત રહી જાય છે. જ્યારે તેમના જીવનમાં સમર્પણ, ભક્તિ, વિરહ અને ફિલસૂફીના અનેક ગહન સ્તરો જોવા મળે છે. આ અનુભવ જ આગળ જતાં ‘રાધા – એક પ્રેમ અવતાર’ની શરૂઆત બન્યો.”તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓરેન્ડા ગ્રુપ એવી સાંસ્કૃતિક ધરોહરનું નિર્માણ કરવા ઇચ્છે છે, જેના માધ્યમથી ભારતીય કથાઓને આજની પેઢી પોતાના સમય અને સમજણ સાથે અર્થપૂર્ણ રીતે માણી શકે.રાધાના ચરિત્રના અનેક આયામોને રજૂ કરવાનો પ્રયાસ

‘રાધા એક પ્રેમ અવતાર’**ને વાર્તાકથન, ફિલસૂફી, ભક્તિ, લાગણી અને સાંસ્કૃતિક સમજણના સુમેળ સાથે તૈયાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાધાના ચરિત્રને માત્ર પ્રેમના એક પરંપરાગત દૃષ્ટિકોણથી નહીં, પરંતુ તેમના જીવન સાથે જોડાયેલા વિવિધ ભાવનાત્મક અને દાર્શનિક આયામોને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સાંઇરામ દવેએ જણાવ્યું હતું કે, “આ કાર્યક્રમ માત્ર રાધાના ચરિત્રને એક જ દૃષ્ટિકોણથી સમજાવવાનો પ્રયાસ નથી. પરંતુ દર્શકોને રાધાના જીવન સાથે જોડાયેલા વિવિધ ભાવનાત્મક અને દાર્શનિક આયામોને અનુભવવાનું એક ભાવભર્યું આમંત્રણ છે.”

રાધાષ્ટમી જેવા પાવન અવસરે આ કાર્યક્રમનું આયોજન થતાં તેને વિશેષ સાંસ્કૃતિક મહત્વ પણ પ્રાપ્ત થયું હતું. આધુનિક સ્ટોરીટેલિંગના માધ્યમથી રાધાના જીવન અને ભારતીય સંસ્કૃતિમાં તેમના મહત્વને નવી પેઢી સમક્ષ રજૂ કરવાનો આ પ્રયાસ રહ્યો હતો.

ફંડ રેઇઝિંગ અને IPO ક્ષેત્રે કાર્યરત ઓરેન્ડા ગ્રુપ હવે મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ ક્ષેત્રમાં પણ પોતાનો વ્યાપ વધારી રહ્યું છે. ભારતીય સાંસ્કૃતિક વાર્તાઓને માત્ર એક વખતના પર્ફોર્મન્સ તરીકે નહીં પરંતુ લાંબા ગાળાની બૌદ્ધિક સંપદા તરીકે વિકસાવવાની દિશામાં ગ્રુપ દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.ગ્રુપ દ્વારા જણાવ્યા અનુસાર, ઓરેન્ડા ગ્રુપ હાલમાં અંદાજે ૧૨૦ મિલિયન ડોલરનું મલ્ટીસેક્ટર ફંડ મેનેજ કરે છે. આ ઉપરાંત સપ્ટેમ્બર ૨૦૨૬ની શરૂઆતમાં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન ગાયકનિર્માતા પાર્થિવ ગોહિલ અને નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રીનિર્માતા માનસી પારેખ સાથે મળીને ₹૧૦૦ કરોડના ‘ઓરેન્ડા મીડિયા ગ્રોથ ફંડ’ ની જાહેરાત કરવામાં આવી હતી.ઓરિજિનલ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી અને લાઇવઇવેન્ટ્સના નિર્માણમાં રોકાણ કરવું આ ફંડના મુખ્ય ઉદ્દેશ્યોમાં સામેલ હોવાનું જણાવાયું છે.