ઇરાન પર હવે નવા સૈન્ય હુમલા કરવાની કોઇ જરુર નથી : ટ્રમ્પ

કતરના વડાપ્રધાન સાથેની મહત્વપૂર્ણ મુલાકાત બાદ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતાં જણાવ્યું છે કે ઈરાન પર હવે નવા સૈન્ય હુમલા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે સૈન્યની દૃષ્ટિએ ઇરાનનો ખેલ એકરીતે ખતમ થઈ ચૂક્યો છે. ઈરાનને મોટા પાયે ડિસેબલ કરી દેવાયું હોવાનું સ્પષ્ટ કરતાં તેમણે ઉમેર્યું કે હાલમાં અમેરિકા યથાસ્થિતિ (સ્ટેટસ વો) જાળવી રાખવાની નીતિ પર આગળ વધી રહ્યું છે. જોકે, ઈરાનના પરમાણુ કાર્યક્રમને કાયમી ધોરણે રોકવા અને તેને બિન-અસરકારક બનાવવા માટે પ્રયાસો સતત ચાલુ રહેશે, જેથી ભવિષ્યમાં પણ એશિયા અને મધ્ય પૂર્વમાં શાંતિ તથા સ્થિરતા જળવાઈ રહે. અમેરિકન વહીવટીતંત્રે અગાઉ જૂન 2025 અને ત્યારબાદ 2026માં ઈરાનના પરમાણુ ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરીને તેની ન્યુક્લિયર ક્ષમતાને મોટો ફટકો આપ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે તેમની આ સચોટ લશ્કરી કાર્યવાહીના કારણે જ ઈઝરાયલ અને સમગ્ર મધ્ય પૂર્વ આજે સુરક્ષિત છે. જોકે, બીજી તરફ ઈરાને તેના પરમાણુ કાર્યક્રમનો બચાવ કરતા દાવો કર્યો છે કે તે માત્ર શાંતિપૂર્ણ અને વિકાસ કાર્યો માટે છે.
દરમિયાન, કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાની સાથેની મહત્ત્વપૂર્ણ બેઠક બાદ ટ્રમ્પે એવા સંકેત પણ આપ્યા છે કે ઈરાન સાથેનું યુદ્ધ હવે લગભગ પૂરું થઈ ગયું છે. ટ્રમ્પે જણાવ્યું કે લશ્કરી દ્રષ્ટિએ ઈરાનનું અસ્તિત્વ અને તેનું નેતૃત્વ લગભગ સમાપ્ત થઈ ચૂક્યું છે, અને હાલ અમેરિકા તથા ખાડી દેશો ક્ષેત્રમાં યથાસ્થિતિ (સ્ટેટસ ક્વો) જાળવી રાખવા માટે સહમત થયા છે. આમ છતાં, ઈઝરાયલ પાસે યુદ્ધ ખર્ચની ભરપાઈ કરવાની ટ્રમ્પની માંગણીથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં નવો ગરમાવો આવી ગયો હોવાનું જાણવા મળે છે.

