2 days agoજપાનમાં હોક્કાઇડો ટાપુ પર ભૂકંપ : કોઇ જાનહાનિ નથીજપાનના ઉત્તરીય ટાપુ હોક્કાઇડો પર શનિવારે સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હોવાનું જાણવા મળે છે. વધુમાં જપાનની હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર, આ ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર ૫.૭ નોંધવામાં આવી રહી છે. તેમજ ભૂકંપનું કેન્દ્ર હોક્કાઇડો ટાપુની નજીક હતું અને તેની ઊંડાઈ પ્રમાણમાં ઓછી હતી, જેના કારણે ઘણા વિસ્તારોમાં આંચકાની તીવ્રતા વધુ અનુભવાઈ હતી. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં કોઈ મોટી જાનહાનિ થઇ ન હોવાનું જાણવા મળે છે. તંત્ર દ્વારા સુનામીની કોઈ ચેતવણી પણ જાહેર કરવામાં આવી નથી. ભૂકંપના પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને લોકો ધરોની બહાર નીકળી ગયા હતા.