July 25શ્રાવણનો શુભારંભ, ઉપવાસના દિવસોમાં ફરાળી વાનગીમાં બનાવો મોરૈયાની શાહી ખીચડીભગવાન શિવની વિશેષ આરાધનાનું પર્વ એટલે શ્રાવણ મહિનો. આ મહિનામાં અનેક લોકો ઉપવાસ કરતા હોય છે. શ્રાવણમાં શિવિલંગ પર જળાભિષક કરવાનું માહાત્મય છે સાથે ઉપવાસ કરવાનો પણ મહિમા છે. કહેવાય છે કે તમે ઉપવાસ કરી ભગવાન શિવના આર્શીવાદ મેળવી શકો છો. જો તમે પણ ઉપવાસ કરતા હોવ તો આજે તમારા ફરાળી ભોજનમાં એક નવી વાનગીની રેસીપી જણાવીશું. આજે તમે મોરૈયાની શાહી ખીચડી વાનગી જણાવીશું. જે શરીરમાં ઉપવાસના દિવસોમાં શરીરમાં જરૂરી પોષકતત્વો પૂરા પાડશે.