Voice of Surat

કીમથી એના તરફ જતા પાલી ગામ બ્રિજ નજીક અચાનક ઉભેલા ટેમ્પા પાછળ ટ્રક અથડાઇ ; 7 લાખનું નુકસાન

Posted On: |1 min read
Voice of Surat News

સુરત જિલ્લાના નજીક આવેલા એક્સપ્રેસ વે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. અમરેલી થી વેફર્સ ભરી સચીન જઈ રહેલી ટ્રક કીમથી એના તરફ જતા પાલી ગામ બ્રિજ નજીક અચાનક ઉભા રહેલા આઇસર ટેમ્પા પાછળ ટ્રક ઘૂસી ગઈ હતી. આ ઘટનામાં ટ્રક ચાલકને ઈજા થઈ હતી અને તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમરેલીથી વેફર્સ ભરી સચીન જઈ રહેલી ટ્રક (નંબર GJ14Z–2540) ના ચાલક કપ્લેશ તોભનભાઈ પરમાર એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહ્યા હતા. તેમની આગળ જઈ રહેલા આઇસર ટેમ્પા (નંબર RJ1 9GH–6364) ના ચાલકે અચાનક સાઈડમાં ટેમ્પો ઉભો રાખી દીધો હતો. આઇસર ટેમ્પો અચાનક ઉભો રહી જતા પાછળથી આવતી ટ્રક ધડાકાભેર તેની સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ટ્રકની કેબિન, એન્જિન અને ચેસીસને ભારે નુકસાન થયું હતું. ટ્રક ચાલક કપ્લેશ પરમારને શરીરે ઓછી-વત્તી ઈજાઓ પહોંચી હતી, જેને પગલે તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત બાદ આઇસર ટેમ્પાનો ચાલક પોતાનો વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. શીતલ ફૂડના દિવ્યરાજ જાડેજાએ આ ઘટના અંગે સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં આઇસર ચાલક વિરુદ્ધ 7 લાખ રૂપિયાના નુકસાન સહિતની કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.