સુરત પાલિકામાં વિવિધ કેડરની 2483 ભરતી માટે 2.25 લાખ લોકોની અરજી

સુરત પાલિકાએ વિવિધ કેડરની 2483 ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી. આજે રાત્રે અરજી માટેનો સમય પૂરો થાય તે પહેલાં 2.25 લાખ લોકોએ રેકર્ડ બ્રેક અરજી કરી દીધી છે. પાલિકાની નોકરી માટેની અધધ અરજીઓની સંખ્યા સુરત પાલિકામાં નોકરી મેળવવા માટેનો ક્રેઝ છે કે બેરોજગારી અને ખાનગી ક્ષેત્રે નોકરીની અનિશ્ચિતતા છે તેવી ચર્ચા શરૂ થઈ છે. જોકે, છેલ્લા બે દિવસની વાત કરવામા આવે તો સૌથી વધુ 65 હજાર અરજી સુરત પાલિકાને આ બે દિવસમાં મળી હોવાનું જાણવા મળે છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી આઠ વર્ષ પહેલા ભરતી પ્રક્રિયા કરી હતી. પરંતુ ત્યારબાદ પ્રક્રિયા થઈ ન હતી હવે આઠ વર્ષ બાદ પાલિકાની વિવિધ કેડરની 2483 જગ્યા ભરવા માટે પ્રક્રિયા શરૂ કરી જાહેરાત બહાર પાડી હતી. સુરત પાલિકાએ વર્ષો બાદ પાલિકામાં મેગા ભરતી મેળો હાથ ધરવામાં આવ્યો છે તેનો લોકોમાં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત પાલિકાએ જાહેરાત બહાર પાડીને ઓનલાઈન અરજી મંગાવી હતી જેમાં 2.25 લાખ લોકોએ પાલિકાની નોકરી મેળવવા માટે અરજી કરી છે. સુરતમાં સૌથી વધુ અરજી 717 ક્લાર્ક બનવા માટે એક લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. જ્યારે માર્સલ માટે 27 હજાર અને સ્ટાફ નર્સ માટે 20 હજાર લોકોએ અરજી કરી છે. છેલ્લા બે દિવસની વાત કરવામાં આવે તો સુરત 65 હજાર જેટલા લોકોએ પાલિકાની નોકરી માટે અરજી કરી છે. આજે રાત્રીના 11 વાગ્યા સુધી અરજી માટેનો છેલ્લો સમય છે તેથી 2.25 લાખ આંકડામાં વધારો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.સુરત પાલિકાએ વિવિધ કેડરની 2483 કર્મચારીઓની ભરતી માટે જાહેરાત બહાર પાડી હતી જેમાં શૈક્ષણિક તથા અન્ય પુરાવા સાથે ક્રિમીલેયરના પ્રમાણપત્ર રજૂ કરવાનું હતું. જોકે, હાલ સુરત પાલિકાની ચુંટણી ચાલી રહી હોય અરજદારોને ક્રિમીલેયરના પ્રમાણપત્ર મેળવવા માટે ખો નીકળી ગયો હતો. મોટાભાગના મામલતદાર અને નાયબ મામલતદાર ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા હોવાથી અરજદારોને પ્રમાણપત્ર મેળવવા માટે વહેલી સવારથી લાઈનમાં ઉભા રહેવું પડ્યું હતું.

