છેતરપિંડીના ગુનામાં આરોપી જામીન મુક્ત

કોર્ટમાં સમયસર ચાર્જશીટ ફાઈલ કરવામાં કતારગામ પોલીસ નિષ્ફળ જતાં અત્રેની અદાલતે એક કરોડની છેતરપિંડી જેવા ગંભીર ગુનાના આરોપીને જામીન ઉપર મુકત કરતો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી અજયકુમાર રામુભાઇ ગામીત નાઓએ ફરીયાદી નામે ગુણવંતભાઈ દામજીભાઈ સાંકડાસારીય નાઓની ઓફિસ કતારગામ લક્ષ્મી એન્કલવ-૨ ખાતે દુકાન. નં. ૫૩૧,૫૩૨,૫૩૩ ખાતેથી તારીખ.૨૪/૦૨/૨૦૨૩ થી તા.૧૩/૦૬/૨૦૨૩ સુધીમા શ્રી રૂદ્રાક્ષ પોલી ફેબમાથી અલગ અલગ પ્રકારનો યાર્નનો માલ કુલ્લે રૂ. ૧,૩૮,૯૪,૨૨૯/- નો ખરીદ કરેલ હતો જેની સામે રૂ.૫૬,૮૪,૫૬૮/- ની ચુકવણી કરી દીધેલ હતી અને રૂ.૮૨,૦૯,૬૬૧/- ની ચુકવણી બાકી હોય અને આરોપી અજ્યકુમાર ગામીતનાઓએ ફરિયાદીની બીજી ફર્મ શ્રી રૂદ્રાક્ષ પોલીયાર્ન LLP માથી પણ યાર્નનો માલ કુલ્લે રૂ.૬૪,૯૮,૬૬૫/- નો માલ ખરીદ કરેલ હતો જેની સામે રૂ.૪૬,૩૪,૨૪૦/- ની ચુકવણી કરી દીધેલ હતી અને રૂ. ૧૮,૬૪,૪૨૫/- ની ચુકવણી બાકી હોય અને બંને ફર્મનું બાકી રહેલ પેમેન્ટ રૂ.૧,૦૧,૦૪,૦૮૬/- ચુકવણી નહી કરી ફરિયાદી સાથે છેતરપિંડી ઠગાઇ કરેલ.જે બાબતે કતારગામ પોલીસમાં ગુ.ર.નંબર -૧૧૨૧૦૦૨૧૨૫૦૦૫૦/૨૦૨૫ થી ઈ.પી.કો. કલમ-૪૨૦,૫૦૬(૨),૫૦૪,૧૧૪ મુજબની ફરિયાદ આપી હતી. તેમની ફરિયાદને આધારે પોલીસે અજયકુમાર રામુભાઇ ગામીત નામના યુવાનની તા ૦૯/૦૧/૨૦૨૬ ના રોજ ધરપકડ કરી હતી. જે ગુનાના કામે પોલીસે સજાની જોગવાય ધ્યાને લઈને દિન ૬૦ માં ચાર્જશીટ રજૂ કરવાની હતી પણ આરોપી અજયકુમાર રામુભાઇ ગામીત વિરુદ્ધ છેતરપિંડીનો ગંભીર ગુનો હોવા છતાં પોલીસે તપાસ પૂર્ણ કરવામાં વિલંબ કર્યો હતો અને કોર્ટમાં નિયમ મુજબ ધરપકડ થયાના તારીખથી ૬૦ દિવસમાં આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કર્યું ન હતું અને પોલીસની બેદરકારીના કારણે આરોપી અજયકુમાર રામુભાઇ ગામીત એ એડવોકેટ કિશન પારેખ મારફતે કોર્ટમાં ડિફોલ્ટ બેઇલ એપ્લિકેશન ફાઈલ કરી હતી ત્યાર બાદ ત ક અમલદારને બોલાવીને પૂછતાં તેઓ પોતે અન્ય ગંભીર ગુનાની તપાસમાં રોકાયેલ હોય જેથી હાલના ગુનાનું ચાર્જશીટ કરી શકેલ નથી તેવુ કોર્ટ સમક્ષ જણાવેલ જેથી નામદાર કોર્ટ ધ્વારા આવા ગંભીર ગુનાના પોલીસની બેદરકારી છે તેવું ધ્યાને લીધેલ અને પોલીસ ધ્વારા કાયદાની જોગવાઈ અનુસાર ૬૦ દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ થવી જોઈએ. પોલીસ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં ભૂલ કરેલ છે તે નોંધીને આરોપી અજયકુમાર રામુભાઇ ગામીત ને શરતી જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો હતો.

