Voice of Surat

મતવિભાજનની રાજનીતિ સામે સાવધાન : વહાબ સોપારીવાળા (સામાજિક કાર્યકર)

Posted On: |2 min read
Voice of Surat News

સુરત મહાનગર પાલિકાની કુલ 120 બેઠકો માટે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીનો ધમધમાટ સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે. સક્ષમ લોકશાહી માટે દરેક નાગરિકનો મત કિંમતી છે. તમામ મુસ્લિમ મતદારોને અચૂક મતદાન કરવા માટે મતદાર જાગૃતિ પ્રતિજ્ઞા લેવી પડશે. 26મી એપ્રિલના રોજ યોજાનાર મતદાનમાં તમામ મુસ્લિમ મતદારો ઉત્સાહપૂર્વક જોડાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી નૈતિક મતદાનની જવાબદારી નિભાવે, આ સમય સમાજ માટે અત્યંત મહત્વનો છે.

ચૂંટણીના સમયમાં ઘણીવાર એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવે છે કે જ્યાં મુસ્લિમ બહુમતીવાળી બેઠકો પર મતવિભાજન થાય. ખાસ કરીને વિપક્ષના મતોને વિભાજીત કરવા માટે ભાજપ દ્વારા મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવે છે, જેથી મતદાર ગૂંચવાઈ જાય અને સાચા તથા મજબૂત ઉમેદવારને નુકસાન થાય. આ એક વિચારી સમજીને રચાયેલી રાજકીય વ્યૂહરચના હોય છે, જેનો સીધો અસર સમાજની એકતા પર પડે છે. આવા સમયમાં કેટલીક વ્યક્તિઓ પોતાની સ્વાર્થસિદ્ધિ માટે ખોટી ઉમેદવારી નોંધાવે છે અને સમાજના હિત કરતાં વ્યક્તિગત ફાયદાને વધુ મહત્વ આપે છે. આવા લોકોના કારણે સમાજમાં ગેરસમજ ફેલાય છે અને મતદાર પોતાના સાચા પ્રતિનિધિ પસંદ કરવામાં ભૂલ કરી બેસે છે. આ ગદ્દારી જેવો કૃત્ય છે, જે આખા સમાજના ભવિષ્યને અસર કરે છે. મુસ્લિમ સમાજ માટે હવે વધુ જાગૃત અને સમજદાર બનવાની જરૂર છે. મતદાન કરતા પહેલા ઉમેદવારની પૃષ્ઠભૂમિ, ઈમાનદારી અને તેના હેતુઓને સારી રીતે સમજવું જોઈએ. કોઈપણ પ્રલોભન કે ભ્રમમાં આવીને મત આપવો નહીં, પરંતુ સમાજના લાંબા ગાળાના હિતને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણય લેવો જરૂરી છે. આપણી એકતા જ અમારી સૌથી મોટી તાકાત છે.ચાલો, જાગૃત બનીએ, એકતા જાળવીએ અને સાચા તથા લાયક ઉમેદવારને સમર્થન આપી આપણા સમાજને મજબૂત બનાવીએ. વહાબ સોપારીવાળા, સુરત (સામાજિક કાર્યકર) એક અખબારીયાદીમાં જણાવ્યું હતું.