સુરત શહેરના લિંબાયત, ઉધના વિસ્તારની સમસ્યાઓનો ઉકેલ લાવવા શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય રઇસ શેખએ સુરત મ્યુ. કમિ.ને રજૂઆત કરી
Posted On: |1 min read

સુરત શહેરના શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય અને કોંગ્રેસ નેતા રઇશ શેખ દ્વારા સુરત મહાનગર પાલિકાના કમિશ્ર એમ.નાગરાજન (આઇ.એ.એસ) સાથે રૂબરૂ મુલાકાત કરી શુભેરછા પાઠવી હતી, સાથે જ સુરત શહેરના ઉધનયાર્ડ લિંબાયત વિસ્તારના પ્રશ્નો અને સમસ્યા જેવા કે ખાડી ડાયવર્સન ની સમસ્યા ક્વિક રિસ્પોન્સ સેલ દ્વારા તાત્કાલિક કરાવવા, કોમ્યુનિટી હોલ, ગુજરાતી અને ઉર્દૂ માધ્યમ સુમન સ્કૂલ, ગોવિંદ નગર ઉધનાયાર્ડ માં અંડરપાસ ની માંગણી, લિંબાયતમાં ગાર્ડનની માંગણી અને તમામ રસ્તાઓ બનાવવાની માંગણી વિગેરે પ્રશ્નોની રજૂઆત આવેદન પત્ર આપીને કરી. જેમાં કમિશનરશ્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યું હતું.આ મુલાકાતમાં વિસ્તારના આગેવાનો અસલમ શેખ, ઈમ્તિયાઝ મલેક, જુનેદ શેખ વિગેરે હાજર રહ્યાં હતા.

