રાજ્યસભા સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાને સુરતમાં ગુજરાત હાઇકોર્ટની બેન્ચ ફાળવવા વકીલ મંડળની રજૂઆત

સુરત જિલ્લા વકીલ મંડળે સુરતને હાઇકોર્ટ બેંચ ફાળવવામાં આવે તે માટે રાજ્ય સભાના સાંસદ ગોવિંદભાઇ ધોળકિયાને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
સુરત અને દક્ષિણ ગુજરાતની જનતાને ઝડપી અને સસ્તો ન્યાય મળી રહે તે હેતુસર સુરતમાં હાઈકોર્ટની બેન્ચ (High Court Bench) કાર્યરત થવી અત્યંત અનિવાર્ય છે. આ સુવિધા ઉપલબ્ધ થતા પક્ષકારો તથા વકીલોનો સમય અને આર્થિક ખર્ચ બંનેમાં નોંધપાત્ર બચત થશે.આ દિશામાં SDBA ના હોદ્દેદારો દ્વારા રાજ્યસભાના સભ્ય તથા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત Govindbhai Laljibhai Dholakia (ગોવિંદ કાકા) સમક્ષ સુરતમાં હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની રજૂઆત કરવામાં આવી હતી.ગોવિંદ કાકા દ્વારા આ મુદ્દે સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ખાતરી આપી હતી કે તેઓ આ બાબત સરકાર સમક્ષ રજૂ કરશે તથા જરૂરી જણાય ત્યારે વકીલશ્રીઓને સાથે રાખીને ચર્ચા-વિચારણા પણ કરશે. સુરતને વહેલી તકે હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે તેઓ પ્રયત્નશીલ રહેશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું.આશા છે કે સરકારશ્રી દ્વારા આ લોકહિતની માંગણીને વહેલી તકે સ્વીકારવામાં આવશે.સાહેબ સાથેની મુલાકાત ખૂબ જ પ્રેરણાદાયી અને યાદગાર રહી. હોદ્દેદારોને આપેલ માન-સન્માન ખરેખર પ્રશંસનીય છે. તેમણે અમને પૂરતો સમય ફાળવ્યો અને સાથે લંચ પણ લીધો, જે ક્ષણો અમારે માટે હંમેશા યાદગાર રહેશે. હાલમાં સમગ્ર રાજ્ય માટે માત્ર વડી અદાલત ગુજરાત હાઇકોર્ટનું મુખ્ય મથક અમદાવાદ ખાતે આવ્યું છે. જેના કારણે દક્ષિણ ગુજરાતના લોકો ખાસ કરીને સુરત, ભરુચ, નવસારી, વલસાડ, તાપી ડાંગ જિલ્લાઓના નાગરિકોને ન્યાય મેળવવા માટે લાંબા અંતર સુધી જવું પડતું હોય છે. સુરત ડાયમંડ અને ટેક્સટાઇલની સિટી છે.

