સુરત જિલ્લા વકીલ મંડળ અને કિરણ હોસ્પિટલ દ્વારા કોર્ટમાં હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

સુરત જિલ્લા વકીલ મંડળ અને કિરણ હોસ્પિટલના સહયોગથી વકીલો, જ્યુડીશીયરી સ્ટાફ તેમજ કોર્ટ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું બે દિવસીય આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં વકીલો સહિત કોર્ટ કર્મચારીઓએ હેલ્થ ચેકઅપ કરાવ્યું હતું.
શુક્રવાર અને શનિવાર બે દિવસ દરમિયાન સુર જીલ્લા વકીલ મંડળ અને કિરણ હોસ્પિટલ દ્વારા કોર્ટે કર્મચારીઓ માટે હેલ્થ ચેક-અપ કેમ્પનું સુરત જિલ્લા ન્યાયાલય, રૂમ નં. ૧૦૧૪, દસમાં માળે આવેલ કોન્ફરન્સ હોલમાં આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં ૫૭૦ જેટલા વકીલશ્રીઓએ નીચે જણાવ્યા મુજબની હેલ્થ ચેક અપ કરાવેલ હતી. જે ચેકઅપ દરમ્યાન વણાબધા વકીલોને હાઈ બ્લડ પ્રેશર તેમજ લો બ્લડ પ્રેશર તેમજ આંખોમાં નંબર તેમજ હાઈ સુગર અને ઇસીજી તપાસ દરમ્યાન એબનોર્મલનાં રીપોર્ટ આવતા તેમને ડોક્ટર દ્વારા યોગ્ય માર્ગદર્શન અને સલાહ આપી હતી. આ કેમ્પમાં સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમખ સહિતના હોદ્દેદારો કાઉન્સીલ સભ્યો અને વકીલોએ મેડીકલ ચેક અપ કરાવ્યું હોવાનું જાણવા મળે છે.

