છેતરપિંડીના કેસમાં આરોપીના જામીન મંજૂર

સુરત શહેરના ખટોદરા પોલીસ મથકે આરોપી વેપારી સાહીલ વસંતકુમાર પટેલ વિરુધ્ધ દલાલ દ્વારા રુા.21,45,107નું કાપડ મંગાવી પૂર્વ આયોજીત કાવતરુ રચી વિશ્વાસઘાત છેતરપિંડી કરી નાણાં ન આપતા ફરિયાદ નોંધવામાં આવી હતી. આરોપી સાહિલ વસંતકુમાર પટેલને ખટોદરા પોલીસ સ્ટેશનના અધિકારીઓએ ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. આરોપી તરફે એડવોકેટ મો.અસલમ એમ.શેખએ દલીલો કરી હતી કે ફરિયાદીને આરોપીના પિતાના ફર્મમાંથી ચેકો આપ્યા હતા. જે ફરિયાદીએ રીટર્ન કરાવી નોટીસ મોકલેલ છે જેનો નોટીસના જવાબ પણ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ સિવિલ પ્રકારની તકરારને ક્રીમીનલ સ્વરુપ આપી ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવી છે. તેમજ હાલના આરોપીએ કોઇ ચેક આપેલ નથી, હાલના પેઢીના પ્રોપ્રાઇટર નથી, વધુમાં આરોપીનો કોઇ ગુનાહિત ઇતિહાસ નથી, વિગેરે દલીલો કરવામાં આવતા નામદાર સેકન્ડ એડીશનલ ડીસ્ટ્રીક્ટ એ્ન્ડ સેશન્સ જડ્જએ આરોપીના રતી જામીન મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.

