વિશ્વ મિડવાઇફ દિવસ” ની સ્મીમેર હોસ્પિટલ ખાતે ભવ્ય ઉજવણી

સ્મીમેર હોસ્પિટલ ખાતે “વિશ્વ મિડવાઇફ દિવસ” નિમિત્તે ટી.એન્ડ ટી.વી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ,રામપુરા,સુરત ના વિદ્યાર્થીઓ અને ઓ.બી.જી. ડિપાર્ટમેન્ટ દ્વારા મહિલાઓમાં આરોગ્ય જાગૃતિ વધારવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ તેમજ ૬ઠ્ઠા સેમેસ્ટરના બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રદર્શન, નાટક અને હળવી કસરતો દ્વારા ગર્ભાવસ્થા દરમિયાન, પ્રસૂતિ વખતે તેમજ પ્રસૂતિ પછીની સંભાળ અંગે મહત્વની માહિતી પ્રદાન કરવા મા આવી હતી.વિશ્વ મિડવાઇફ દિવસ ના કાર્યક્રમમાં સ્મીમેર હોસ્પિટલના નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ શ્રી સુરેન્દ્રભાઈ ત્રિવેદી, ડેપ્યુટી નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ શ્રી મનોજભાઈ નકુમ, આયેશાબેન અને ડોરોથીબેન મેક્વાન , આસી. નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ અર્પણાબેન, માયાબેન, જ્યોતિબેન, ,ભાવનાબેન, પુર્ણીમા બેન,હેડ નર્સ વિમળાબેન,,રેખાબેન ગામિત, રંજંબેન દાસ,જ્યોતીબેન બારિયા, સહિત વિશળ સખ્યા મા નર્સિંગ સ્ટાફ,દર્દીઓઉપસ્થિત રહ્યા હતા. શ્રી સુરેન્દ્રભાઈ ત્રિવેદીએ વિદ્યાર્થીઓ તેમજ મહિલાઓને ગર્ભાવસ્થા સંબંધિત અત્યંત મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ વર્ષ ના થીમ વન મીલીયન મોર મિડવાઇફ પર નર્સિંગ સવર્ગ ના સ્ટાફ સાથે સવાંદ કરવા મા આવ્યો હતો.આ કાર્યક્રમ ટી.એન્ડ ટી.વી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગના પ્રિન્સિપાલ કિરણકુમાર દોમડિયા ના માર્ગદર્શંન હેઠળ“વિશ્વ મિડવાઇફ દિવસ” ની ઉજવણી કરવા મા આવી હતી, આ પ્રસંગે આસી. પ્રોફેસર ચિત્રા કંથારિયા, લેક્ચરર વિલાસ આહિર, નર્સિંગ ટ્યુટર કૃષ્ણા પટેલ સહિત ૬ઠ્ઠા સેમેસ્ટરના બીએસસી નર્સિંગના વિદ્યાર્થીઓ અને પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ ઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન કોલેજના ઓ.બી.જી. ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.

