ચેક રીટર્નના કેસમાં પાલના વેપારીને એક વર્ષની સજા અને ચેકની રકમ ૯% વ્યાજ સાથે ચુકવી આપવાનો હુકમ

ચેક રિટર્નના કેસમાં કોર્ટે આરોપીને દોષિત ઠેરવી એક વર્ષ કેદની અને રિટર્ન ચેકની રકમ ૯% વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યા હતો.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ઉધના વિસ્તારમાં રહેતા જય જગદીશભાઈ જોશીએ(ઠે. ઘર નંબર ૧૨,પહેલો માળ, રણછોડ નગર,હરી નગર-૨ પાસે, ઉધના, સુરત) નાઓએ પંકજ મનોહર કેશવાનીવિરૂદ્ધ કોર્ટમાં ધી નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અંતર્ગત કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ જય જગદીશભાઈ જોશીએ આરોપી નામે પંકજ મનોહર કેશવાની (રહે -સી/૬/૩૦૪, સ્તુતી રેસીડેન્સી,શિવ ધરા રો હાઉસની પાછળ, પાલ, સુરત) ને એક લાખ પાસઠ હજારની કિંમતનો માલ ઉધારમાં આપ્યો હતો. જે રકમની ચુકવણી પેટે આરોપીએ રૂ. ૧,૬૫,૦૦૦/- (અંકે રૂપિયા એક લાખ પાસઠ હજાર)નો ચેક આપ્યો હતો. જે ચેક બેકમાં જમા કરાવતા રિટર્ન થતા નામદાર કોર્ટ ખાતે વ્યકિલશ્રી ફેનિલ ડી. માસ્તર અને પ્રેમ એ. જરીવાલા મારફતે ફરિયાદ કરેલ હતી. આ કેસમાં આરોપી તેમના વકીલ મારફત કોર્ટમાં હાજર થઈ અને સદર કેસમાં તેઓને માલ મળેલ નથી અને તેઓના ચેકનો ફરિયાદીએ દૂર ઉપયોગ કરેલ છે તેવા ખોટા બચાવ લઈ કોર્ટ સમક્ષ પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરેલ હતી અને ત્યાર બાદ આરોપી પોતે કોર્ટ સમક્ષ હાજર રહેલ નહીં, દરમિયાન ફરિયાદી તરફે કેનિલ ડી. માસ્તર અને પ્રેમ એ. જરીવાલા હાજર રહી દલીલો કરતા જણાવ્યું કે, ફરિયાદી ધ્વારા આરોપીને માલ આપેલ હોવા બાબતે આરોપી ધ્વારા પોતે કરાર પણ કરી આપેલ છે, અને આવા સંજોગોમાં ફરિયાદીનું કાયદેસરનું લેણું હોવાની હકીકત ફરિયાદી પુરવાર કરવામાં સફળ ગયેલ હોય, તેમજ આરોપી પોતે તેઓના બચાવ સમયે કોર્ટમાં હાજર રહેલ ન હોઈ, જેથી કોર્ટે આરોપીની હાજરી અને ઈચ્છાને મોહતાજ નથી તેવું નોંધીને આવા કેસમાં સજા કરવાથી ફરિયાદીને ન્યાય મળશે. જે દલીલ માન્ય રાખી કોર્ટે આરોપીને યોગ્ય અને પૂરતી તક આપવા છતાં આરોપી હાજર ન રહેતા-આરોપીનો પુરાવા હક્ક બંધ કરીને તેને એક વર્ષની સજા અને રિટર્ન ચેકની રકમ ૯% વ્યાજ સાથે ચુકવવા હુકમ કર્યા હતો. અને ગેરહાજર આરોપી વિરૂદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યો હોવાનું જાણવા મળે છે.

