Voice of Surat

સુરત ઇસ્લામ યતીમખાનાની મેનેજિંગ કમિટિના છ સભ્યો બિનહરિફ ચૂંટાયા

Posted On: |1 min read
Voice of Surat News

સુરતની ઐતિહાસિક શૈક્ષણિક અને સામાજિક સંસ્થા, 'સુરત ઇસ્લામ યતીમખાના સોસાયટી' (SIYS) હાલમાં તેના વિવિધ શૈક્ષણિક પ્રકલ્પોને કારણે સમાચારમાં છે. નાનપુરા ખાતે આવેલી આ સંસ્થા તેના વાર્ષિક અહેવાલ દ્વારા પારદર્શક વહીવટ અને ભાવિ લક્ષ્યાંકો પર ભાર મૂકી રહી છે. હાલમાંજ ધ સુરત ઈસ્લામ યતીમખાનાની મેનેજિંગ કમિટીના 6 સભ્યો બિનહરિફ ચૂંટાયા છે. સુરત ઈસ્લામ યતીમખાના સોસાયટી દ્વારા જાહેર કરાયેલી પ્રેસ રિલિઝ મુજબ સંસ્થાના 31 માર્ચ 2028 સુધીના વર્ષ માટે યુનુસ અબ્દુલ્લાહ ચકકીવાલા, અબ્દુલ વહાબ મુહમ્મદ શબ્બીર સોપારીવાલા, મુહમ્મદ સલીમ જરીવાલા, મુહમ્મદ અસલમ કાગઝી, ઇમ્તિયાઝ ખાન અને યુનુસ ઠાકોરને બિનહરિફ ચૂંટાયા હોવાનું જાણવા મળે છે.