Voice of Surat

સુરતના આંગણે રમાયેલી નેશનલ પિટ્ટુ સ્પર્ધામાં સુરતની દીકરીઓનો ડંકો

Posted On: |1 min read
Voice of Surat News

સુરત શહેરમાં ૪ થી ૬ મે ૨૦૨૬ દરમિયાન આયોજિત 'ત્રીજી પિટ્ટુ જુનિયર એન્ડ સબ જુનિયર નેશનલ સ્પર્ધા' માં સુરતની દીકરીઓએ મેદાન ગજવ્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ગુજરાતની સબ જુનિયર (U-14) ગર્લ્સ ટીમનું પ્રતિનિધિત્વ કરતા સુરતની વિવિધ શાળાઓની વિધાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરી સમગ્ર દેશમાં ત્રીજો નંબર પ્રાપ્ત કર્યો છે અને બ્રોન્ઝ મેડલ જીતી સુરતનું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં દેશભરના ૨૫ રાજ્યોમાંથી ખેલાડીઓ ભાગ લેવા આવ્યા હતા, જેની વચ્ચે સુરતની દીકરીઓએ શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે. આ સાથે જ જુનિયર ગર્લ્સ (U-19) ટીમમાં પણ સુરતની ખેલાડીઓએ ભાગ લઈ રાષ્ટ્રીય સ્તરે પોતાની રમતનું ઉત્કૃષ્ટ કૌશલ્ય બતાવ્યું હતું. ગૌરવ વધારનાર સુરતના ખેલાડીઓ: નેશનલ લેવલ પર સુરત અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર ખેલાડીઓમાં યાની, વિહા, દેમીરા, એસા, સ્વરા, જીયા, આરોહી, ઈશા, મહેશ્વરી, સૌંદર્ય, આરના, માહી, આયુષી, લીઝા, યેશા, ફેરી, ખનક, યાશી અને ફૈયાનો સમાવેશ થાય છે.
સુરતની યજમાનીમાં જ રમાયેલી આ સ્પર્ધામાં સ્થાનિક દીકરીઓએ જે રીતે શિસ્ત અને ખેલદિલી પૂર્વક સુંદર રમત રમી છે, તે ખરેખર પ્રશંસનીય છે. પિટ્ટુ જેવી પારંપરિક રમતને રાષ્ટ્રીય ફલક પર જીવંત રાખી મેડલ જીતવા બદલ તમામ દીકરીઓએ માત્ર પોતાની શાળાનું જ નહીં, પરંતુ સુરતનું ગૌરવ વધાર્યું છે. તેમની આ સફળતા સુરતના રમત જગત માટે એક નવી ઉર્જા લઈને આવી છે. આ ઐતિહાસિક જીત બદલ રમતગમત પ્રેમીઓ અને વિવિધ શાળાઓના સંચાલકો તરફથી તમામ વિજેતા ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.