Voice of Surat

ટી. એન્ડ ટી.વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ, સુરત ખાતે પરંપરાગત ભવ્ય ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો

Posted On: |2 min read
Voice of Surat News

ટી. એન્ડ ટી.વી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગ,રામપુરા , સુરત દ્વારા આશક્તાશ્રમ કોમ્પ્લેક્ષ ખાતે ભવ્ય અને પરંપરાગત ઢબે ગ્રેજ્યુએશન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે વિદ્યાર્થીઓના શૈક્ષણિક જીવનના મહત્વપૂર્ણ પડાવને ઉજવવામાં આવ્યો.આ કાર્યક્રમમાં એસ.ડી.વી.એસ. સંસ્થાના પ્રમુખ શ્રી હિતેશ લાઈવાલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરી. પોતાના સંબોધનમાં તેમણે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે હવે તેમના કોલેજ જીવનનો અંત સાથે નવા જવાબદારીના યુગની શરૂઆત થઈ છે. તેમણે વિદ્યાર્થીઓને પોતાની જ્ઞાન અને કુશળતાના આધારે આરોગ્ય ના ક્ષેત્ર થકી સમાજસેવામાં જોડાવા અને ખાસ કરીને નર્સિંગ ક્ષેત્રમાં શૈક્ષણિક કારકિર્દી કરતાં ક્લિનિકલ સેવાઓમાં વધુ રસ લેવા પ્રોત્સાહિત કર્યા.આ પ્રસંગે સંસ્થાના માનનીય સચિવ શ્રી હરેશ મહેતાએ વિદ્યાર્થીઓને આશીર્વચન આપ્યા. સંયુક્ત સચિવ શ્રી અનલ મર્ચન્ટએ પણ વિદ્યાર્થીઓને ડિગ્રી અર્પણ કરી પ્રેરણાદાયક સંદેશ આપ્યો.

Image

ટ્રસ્ટી શ્રીમતી રાજુલબેન મહેતાની પણ ઉપસ્થિતિ રહી અને તેમણે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા.સમારોહ ભારતીય પરંપરા અને હિંદુ સંસ્કૃતિના સંસ્કારો અનુસાર આયોજિત કરવામાં આવ્યો હતો, જેના કારણે કાર્યક્રમમાં સાંસ્કૃતિક ગૌરવ અને આધ્યાત્મિકતા જોવા મળી.કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ પ્રોફેસર કિરણકુમાર દોમડિયા, વાઇસ પ્રિન્સિપાલ જિમ્મી મોગારિયા, તેમજ ફેકલ્ટી સભ્યો પ્રોફ. તનવી ભાટિયા, સ્વાતી ગામીત અને ભૂમિકા ચૌધરી સહિત અન્ય સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા.આ પ્રસંગે ગર્વ સાથે જાહેર કરવામાં આવ્યું કે સંસ્થાએ ગયા શૈક્ષણિક વર્ષમાં બી એસ સી નર્સિંગમા ૧૦૦ ટકા પરિણામ હાંસલ કર્યું છે, જે સંસ્થાની ઉત્તમ શૈક્ષણિક કામગીરીનો પ્રતિબિંબ છે.સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત રીતે યોજાયો હતો અને અંતે યાદગાર ક્ષણો સાથે સમારોહ પૂર્ણ થયો.