Voice of Surat

જિલ્લા કલેક્ટરના હસ્તે સુરતની બે અનાથ બાળકી માટે પ્રી-અડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર એનાયત

Posted On: |1 min read
Voice of Surat News

અનસારી તાહીર

સુરત ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમારના હસ્તે માતા-પિતા વિહોણી બે માસૂમ બાળકીઓને મહારાષ્ટ્ર રાજ્યના બે દંપતિઓને પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર અંતર્ગત સોંપવામાં આવ્યા છે. દિવાળીના પાવન પર્વે ઘરમાં સંતાનરૂપે ‘લક્ષ્મીજી’નું આગમન થતાં આ દંપતીઓના પરિવારોમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાયું હતું.જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ સુરતના કતારગામ સ્થિત રાજ્ય સરકાર સંચાલિત વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય મેળવી રહેલી બે દીકરીઓને દત્તકપૂર્વેના ઉછેર માટે સોંપવામાં આવી છે. જેમાંની એક ૮ માસની દીકરી મહારાષ્ટ્ર નિવાસી ફાનીપ્રસાદ મંડલાપાર્થી (કન્સલ્ટન્ટ) અને પત્ની પાયલ પોદ્દાર (એકાઉન્ટન્ટ)ને તેમજ અન્ય ૭ માસની બાળકીને પૂણે-મહારાષ્ટ્રના શ્રી ગિરીશ રઘુનાથ ભામરે(કેન્દ્ર સરકારના કર્મચારી) અને પત્ની હેમાંગી વામન રાવ જવલે(IT કંપનીમાં નોકરી)ને પ્રી-અડોપ્શન ફોસ્ટર કેર માટે સોંપવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી તેજસ પરમાર અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી વિજયભાઈ પરમારે દત્તક ઈચ્છુક દંપતિઓને અભિનંદન પાઠવી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.