સુરત અઠવાલાઇન્સ વિસ્તારના એક પરિવારના લેન્ડ-ગ્રેબિંગ કેસમાં સાસુ બાદ વહુને પણ હાઇકોર્ટ દ્વારા આગોતરા

સુરત શહેરના અઠવાલાઇન્સ ઇન્ડોર સ્ટેડિયમ પાસે આવેલા બહુચર્ચિચ ધવલગિરિ પરિસરના લેન્ડ ગ્રેબિંગ કેસ મામલે ગુજરાત હાઇકોર્ટમાં આગોતરા જામીનએડવોકેટ ઉમર ફારુકીહસ્તક મુકી હતી. એડવોકેટની કાનુની દલીલોને માન્ય રાખી ગુજરાત હાઇકોર્ટે અન્ય મહિલા આરોપીને પણ આગોતરા જામીન આપતો હુકમ કર્યો હોવાનું જાણવા મળે છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લેન્ડ-ગ્રેબિંગ કેસમાં એકજ પરિવારના સાસુ અને વહુ બંનેને આરોપી બનાવવામાં આવ્યા હતા. ગત તા. 18.03.2026 ના રોજ આરોપી મહિલા (સાસુ) તરફેએડવોકેટ ઉમર ફારૂકીએ ગુજરાત હાઈકોર્ટમાં યોગ્ય દલીલો કરી, આગોતરા જામીન મેળવ્યા બાદ આજે બીજી આરોપી મહિલા (વહુ)ના આગોતરા જામીન મેળવવામાં પણ સફળતા હાંસલ કરી હતી. આ કથિત લેન્ડ-ગ્રેબિંગ એક્ટના ગુનામાં માનનીય ગુજરાત હાઇકોર્ટ સમક્ષ બન્ને અરજદારો તરફેથીએડવોકેટઉમર ફારૂકીદ્વારા દલીલ કરવામાં આવી હતી કે સમગ્ર વિવાદ સિવિલ અને ડોક્યુમેન્ટરી નેચરનો છે, FIRમાં કોઈ સ્પેસિફિક રોલ નથી, લાંબા વિલંબ બાદ મિકેનિકલી FIR નોંધવામાં આવી છે તથા અરજદાર માત્ર ફેમિલી મેમ્બર હોવાના આધારે સંડોવી દેવામાં આવી છે. અગાઉ સમાન ફરિયાદ રદ થયેલી હોવા, કલેક્ટર સમક્ષ પોલીસ અને પ્રાંત ઓફિસરના અભિપ્રાય બાદ માત્ર એક આરોપી વિરુદ્ધ કાર્યવાહી સૂચવવામાં આવી હોવા, ટાઇટલ વિવાદાસ્પદ હોવા, મ્યુટેશન સિવિલ કોર્ટ ની decree જે અંડર ચેલેન્જ છે અને અરજદારનો કોઈ ક્રિમિનલ એન્ટિસિડન્ટ ન હોવાનું ધ્યાનમાં રાખી કોર્ટે રાહત મંજૂર કરી હોવાનું જાણવા મળે છે.

