Voice of Surat

સુરત શહેરના નાનપુરામાં સગીરા સાથે અશ્લીલ હરકતોનો આરોપ: સગીરાના કાકા સામે પોકસો હેઠળ ગુનો નોંધાતા ચકચાર

Posted On: |1 min read
Voice of Surat News

નાનપુરામાં સગીરા સાથે અશ્લીલ હરકતોનો આરોપ સુરત શહેરના નાનપુરા કાદરશાહ ની નાળ વિસ્તારમાં સગીરા સાથે થયેલી અશ્લીલ હરકતોના ગંભીર બનાવે ચકચાર મચાવી દીધી છે. સગીરાના જ કાકા સામે પોક્સો અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ અનુસાર, સગીરા પોતાના પરિવાર સાથે નાનપુરામાં રહે છે અને આરોપી સગીરાના પિતાના ભાઈ હોવાના કારણે એક જ મકાનમાં અલગ અલગ માળે રહેતા હતા. આક્ષેપ મુજબ આરોપી “વ્હાલ”ના બહાને સગીરાની નજીક જઈ અયોગ્ય રીતે સ્પર્શ કરતો હતો. શરૂઆતમાં પરિવારે મામલાને સામાન્ય સમજી અવગણના કરી હતી, પરંતુ સગીરાના વર્તનમાં બદલાવ આવતા માતાએ પૂછપરછ કરતાં સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી. સગીરાના જણાવ્યા મુજબ, વહેલી સવારે પરિવારના અન્ય સભ્યો ઊંઘમાં હોય ત્યારે આરોપી ઘરમાં આવી તેની સાથે અશ્લીલ હરકતો કરતો હતો તથા હોઠ અને શરીરના અંગો પર અયોગ્ય રીતે હાથ ફેરવતો હતો. પરિવાર દ્વારા આરોપીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપીએ ઉદ્ધતાઈ દાખવી ગાળો બોલી ધમકીભર્યું વર્તન કર્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. આખરે પરિવાર દ્વારા પોલીસનો સંપર્ક કરવામાં આવતા પોલીસે સગીરાના નિવેદનના આધારે આરોપી સામે પોક્સો કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ સંવેદનશીલ મામલે પીડિત પરિવારને કાનૂની સહાય પહોંચાડવામાં એડવોકેટ ઉવેશ પઠાણ દ્વારા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.