બી.એન.એસ. કલમ 303(2) હેઠળના ચોરીના ગુનામાં 6 આરોપીઓને જામીન મંજૂર

સુરત પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ બી.એન.એસ. કલમ 303(2) તથા અન્ય જોગવાઈઓ હેઠળના ચોરીના ગુનામાં ધરપકડ કરાયેલા કુલ 6 આરોપીઓની નિયમિત જામીન અરજી માનનીય અતિરિક્ત મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ, સુરત સમક્ષ રજૂ કરવામાં આવી હતી. આરોપી પક્ષ તરફેથી એડવોકેટ *ધીરજ આર. આંચલિયા* દ્વારા અસરકારક કાનૂની દલીલો રજૂ કરવામાં આવી હતી. બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે આરોપીઓ તપાસમાં સહકાર આપવા તૈયાર છે, કેસની પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતા તેઓને જામીનનો લાભ મળવો જોઈએ. બંને પક્ષોની દલીલો તથા કેસના દસ્તાવેજોની સમીક્ષા કર્યા બાદ માનનીય અદાલતે સુપ્રીમ કોર્ટના "Bail is a Rule, Jail is an Exception" ના સિદ્ધાંતને ધ્યાનમાં રાખી તમામ 6 આરોપીઓને રૂ. 25,000ના વ્યક્તિગત બોન્ડ તથા સમકક્ષ જામીનદારની શરતે નિયમિત જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો છે. અદાલતે આરોપીઓ માટે પોલીસ સમક્ષ હાજરી, સાક્ષીઓને પ્રભાવિત ન કરવા તથા તપાસમાં સંપૂર્ણ સહકાર આપવા સહિતની શરતો પણ ફરમાવી છે. આ કેસમાં આરોપી પક્ષ તરફથી એડવોકેટ *ધીરજ આર. આંચલિયા* દ્વારા સફળતાપૂર્વક દલીલો રજૂ કરવામાં આવી હતી, જેના આધારે તમામ 6 આરોપીઓને જામીન મળ્યાં હોવાનું જાણવા મળે છે.

