સીઆઇડી ક્રાઇમમાં દાખલ થયેલ રુા.804 કરોડ ગુનાના આરોપી સાગર સૈન તથા કમલેશ સૈનનાઓને જામીન ઉપર મુક્ત કરતી નામદાર ગુજરાત હાઇકોર્ટ

ગાંધીનગર સી.આઈ.ડી.સાયબર ક્રાઈમ ખાતે ભારતીય ન્યાય સહીતા ૨૦૨૩ ની કલમ – ૩૧૮(૪), ૩૧૭(૨), ૬૧(૨), ૩૩૬(૨), ૩૩૬(૩), ૩૩૮, ૩૪૦(૨) તથા આઈ.ટી. એકટની કલમ – ૬૬(ડી) મુજબનો ગુનો દાખલ નો ગુનો નોંધાયેલ અને સદરહું કામમાં ફરીયાદીની ફરીયાદ હકીકત મુજબ તારીખ : ૨૪/૦૯/૨૦૨૫ ના રોજ ઘોડદોડ રોડ ખાતે રેડ દરમ્યાન મળી આવેલ ઈસમો નં.૧. ભાવેશ રવજીભાઈ ચૌહાણ, તથા વિગેરે નાઓએ પુર્વ આયોજીત ગુનાહીત કાવતરૂ રચી આર્થીક રીતે સધ્ધર થવા સારૂ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે છેલ્લા ૧ વર્ષથી આજદિન સુધી અન્ય વ્યકિતઓને લોભ લાલચ આપી છેટરપીડી કરવાના ઈરાદાથી અલગ અલગ બેંકમાં મોટા પ્રમાણમાં બેંક એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ધારકો પાસેથી નવા ખોલાવેલ બેંક આકાઉન્ટ કિટો તથા એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ સીમર્કાડ મેળવી દુબઈ ખાતે રહેતા સહ આરોપીઓને ઈન્ટરનેટના માધ્યમથી થગાઈ કરવા માટે સાઈબર ક્રાઈમના ગુના આચરવા તેઓના મળતીયાઓ આમીરભાઈ અલ્તાફભાઈ હાલાણી તથા અરશાન મર્ચન્ટને બેંક અકાઉન્ટ પુરા પાડી તે ખાતાઓમા સાઈબર ફોડની અલગ અલગ મોડેશઓપરેન્ડીતી નાણા જમાં કરાવી તે નાણાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી તથા ચેક, એ.ટી.એમ થી વિડ્રો કરી તે રૂપીયા ડિજીટલ કરન્સી યુ.એસ.ડી.ટી માં કન્વર્ટ કરી આમીરભાઈ અલ્તાફભાઈ હાલાણી તથા અરશાન મર્ચન્ટને દુબઈ ખાટે મોકલી આપી તેઓની પાસેથી દરેક બેંક એકાઉન્ટ દિઠ જુદી જુદી રકમના કમિશનો મેળવી રેઈડ દરમ્યાન મોબાઈલ ફોન નંગ.૬૫ જેની કિ.રૂ.૬,૯૭,૫૦૦/- અલગ અલગ બેંક એકાઉન્ટના ડેબીટ કાર્ડ નંગ.૪૧૭, તથા અલગ અલગ બેંક એકાઉન્ટની પાસબુક નંગ.૧૧૯, અલગ અલગ બેંક એકાઉન્ટની ચેકબુક નંગ.૩૮૮, અલગ અલગ કંપનીના સીમકાર્ડ નંગ.૬૮૯, લેપટોપ નંગ.ર કે જેની કિ.રૂ.૫૫,૦૦૦/- તથા એ.ટી.એમ સ્વાઈપ મશીન તથા પી.ઓ.એસ. મશીન નંગ.૧૬ કે જેની કિ.રૂ.૭૦,૦૦૦/- તથા કયુ.આર.કોડ નંગ.૧૮ તથા જીઓ ફાઈબર નંગ.૧ કે જેની કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ્લે રૂપીયા ૮,૨૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાઈ જઈ ગુનો કર્યા હોવાની હકીકત દર્શાવી હાલની ફરીયાદ આપેલ છે. ફરીયાદનાં અનુસંધાને ત.ક. અમલદારશ્રીએ આરોપી સાગર સેન તથા કમલેશ સેન નાઓની ધરપકડ કરેલ અને ત્યારબાદ આરોપી નાઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સ્થાનિક એડવોકેટ ધાર્મિક જી. ખડાવાલા, નદીમ એચ. ચૌધરી તથા પંથીલ મજમુદાર નાઓ હસ્તક જામીન અરજી કરેલ. જે જામીન અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટ ધ્વારા મંજુર કરતો હુકમ ફરમાવેલ છે. આરોપી સાગર સેન તથા કમલેશ સેન નાઓ તર્ફે સ્થાનિક એડવોકેટશ્રી ધાર્મિક જી. ખડાવાલા, નદીમ એચ. ચૌધરી તથા પંથીલ મજમુદાર નાઓ મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દલીલો કરેલ હતી.

