અમદાવાદ-બરોડા એક્સપ્રેસ વે પર વાહન બે મિનિટ ઉભું રહેશે તો AI સિસ્ટમથી કંટ્રોલને જાણ થશે

રાષ્ટ્રીય રાજમાર્ગો પર ૩૦ % અકસ્માત ખોટકાયેલા વાહનોના કારણે થાય છે ! આને રોકવા માટે હવે AI કેમેરાની મદદ લેવાશે. જે હાઇવે પર કોઈ પણ વાહન બે મિનિટથી વધુ સમય માટે રોકાય તો તેની જાણ કંટ્રોલ રૂમને કરશે, જેથી વાહન તાત્કાલિક હટાવી લેવાય અને સંભવિત અકસ્માત ટાળી શકાય. રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પ્રથમ ચરણના પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે તેનો અમલ અમદાવાદ-વડોડરા એક્સપ્રેસ હાઇવે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસે વે અને પૂર્વાચલ એક્સપ્રેસ ઉપર શરૂ કર્યો છે. AI આધારિત નવી ટેકનોલોજી લાગુ થતા જ દુર્ઘટનાના ગોલ્ડન અવસમાં ઘાયલો સુધી મદદ પહોંચાડી શકાશે. આ સિસ્ટમ દુર્ઘટનાની સ્થિતિમાં નજીકની એમ્બ્યુલન્સ, ક્રેનને જીપીએસની મદદથી લોકેશન પણ મોકલી આપશે. અધિકારીઓના મતે રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ સંદર્ભમાં તાજેતરમાં પરિપત્ર બહાર પાડયો છે. નવા વર્ષમાં દેશભરના એક્સપ્રેસ વે પર મુસાફરીને વધુ આરામદાયક, સુરક્ષિત બનાવવા માટે AI આધારિત દુર્ઘટના પ્રબંધન પ્રણાલી લાગુ કરવામાં આવશે. આવા કેમેરાની મદદથી ઓવરસ્પીડ અને રોંગ સાઇ ડમાં આવતા વાહનો સામે પણ કાર્યવાહી કરી શકાશે. એક્સપ્રેસ વે પર હાઈ ડેફિનેશનવાળા AI કેમેરા લગાવાશે, જે ફક્ત ઘ્યાન નહીં રાખે પરંતુ સેંસરની મદદથી સંભવિત જોખમોને પણ ઓળખશે. આ ટેકનોલોજીનો મુખ્ય ઉદ્દેશ હાઇવે પર ઉભેલા અથવા ખોટકાયેલા વાહનોની ઓળખ કરી કંટ્રોલ રૂમને જાણ કરવાનો છે. કે જેથી વાહનચાલકોને ચેતવણી મોકલી શકાય અને અકસ્માત ટાળી શકાય. જો કોઈ વાહન બે મિનિટથી વધુ સમય સુધી ઉભું રહેશે તો તેનો જોખમી માનીને AI સિસ્ટમ એલર્ટ જાહેર કરશે. હાઈ વે પર વાહનોની ગતિ અચાનક ૧૦ કિ.મી,પ્રતિ કલાકથી ઓછી થશે તો સિસ્ટમ તેને દુર્ઘટના કે ટ્રાફિકજામ માની ચેતવણી આપશે.

