Voice of Surat

આગામી તા.૨૯ જાન્યુઆરી સુધી અટોદરા ચોકડીથી કરમલા તરફ ભારે વાહનોની અવર-જવર પર પ્રતિબંધ: અધિક જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

Posted On: |1 min read
Voice of Surat News

અટોદરા ચોકડીથી કરમલા પર આવેલ અસ્નાબાદ માઈનોર નહેર પર બોક્સ કલ્વર્ટ બનાવવાની કામગીરી કરવાની છે. જે સંદર્ભે કાયદો અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામાં થકી તા.૨૯/૦૧/૨૦૨૬ સુધી આ રોડ પર ભારે વાહનો અને માલવાહક વાહનોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ અવર-જવર માટે વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો છે. જે અનુસાર, અટોદરા ચોકડીથી કરમલા તરફ ભારે અને માલવાહક વાહનોને આવવા- જવા માટે (૧) શેરડી-વસવારી-દેલાડ-સાયણ અને (૨) શેરડી-માસમા-ઓલપાડ રસ્તાનો ઉપયોગ કરવો. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.