Voice of Surat

બારડોલી-અનાવલમાં ગૌચરની જમીન ટ્રસ્ટને આપવા ઠરાવ થતા ગ્રામજનો વિફર્યા!!

Posted On: |2 min read
Voice of Surat News

અનાવલ ગ્રામ પંચાયતના સરપંચે તલાટી કમ મંત્રી સાથે મળીને ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના નાગરિકોને વિશ્વાસમાં લીધા વગર અનાવલ પાંચકાકડા વિસ્તારની સર્વે નં. ૮૪૪ વાળી સરકારી ગૌચરની જમીનમાંથી શ્રી ઠાકોર પારધી ગરાસિયા સમસ્ત કુળ પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટને ૨,૦૦૦ ચોરસમીટર સરકારી જમીન શૈક્ષણિક હેતુની સંસ્થા બનાવવાના નામે ફાળવી આપતો કર્યો હતો. ઠરાવ તેમનું આ કારસ્તાન ગામના નાગરિકોએ પકડી પાડી સરપંચના આ કારભાર સામે આજે ગ્રામ પંચાયતના સભ્યો, ગામના નાગરિકો અને તાલુકા પંચાયતના સભ્યએ સરકારી જમીન ખાનગી ટ્રસ્ટને આપતો ઠરાવ તાત્કાલિક રદ કરવાની માંગણી કરી છે. જો સરપંચ આ ઠરાવ રદ નહી કરે તો તેની સામે સરકારમાં ગંભીર ફરિયાદો કરવાની સાથે ગામના નાગરિકોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.અનાવલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીએ સરકારી ગૌચરની સર્વે નં. ૮૪૪ વાળી વિશાળ જમીનમાંથી ૨,૦૦૦ ચોરસમીટર જમીન શૈક્ષણિક હેતુ અને વિવિધ ફેકલ્ટીની કોલેજ બનાવવા માટે શ્રી ઠાકોર પારધી ગરાસિયા સમસ્ત કુળ પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ અનાવલને ફાળવી આપતો ઠરાવ કરી આપવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર સરપંચ અને તલાટી કમ મંત્રીએ કરેલા આ કારભારની જાણ ગ્રામજનોને થતાની સાથે આજે ગામના નાગરિકોની સાથે ડે.સરપંચ, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યો, તાલુકા પંચાયતના સભ્યએ અનાવલ ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રીને એક લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવાયું હતું કે અનાવલ ગામની પાંચકાકડા વિસ્તારમાં સરકારી આવેલી ગૌચરની સર્વે નં.८४४ વાળી જમીનમાંથી ૨,૦૦0 ચોરસમીટર જમીન જે ખાનગી ટ્રસ્ટને ફાળવી આપતો ઠરાવ કર્યો છે. તે ઠરાવ રદ કરવામાં આવે જો આ ઠરાવ રદ કરવામાં ન આવશે તો ગ્રામજનો સરપંચ અને તલાટી કમમંત્રી વિરૂદ્ધ સરકારમાં ઉચ્ચ કક્ષાએ કાર્યવાહી કરવા માટેની ફરિયાદ કરશે. ગ્રામજનોનું કહેવું છે કે જો, સરકારમાં ઉચ્ચ કક્ષાની રજૂઆત બાદ પણ કોઇ નિવેદો આ મામલે નહીં આવશે તો ના છૂટકે લડક શરૂ કરવી પડશે. અનાવલ ગ્રામપંચાયતના સરપંચે કરેલા આ કારભાર સામે ગામના નાગરિકોમાં ભારે રોષ ફાટ્યો છે. ગ્રામજનોએ આ મામલે સરપંચ સામે આંદોલન છેડવાની પણ તૈયારીઓ શરૂ કરવાની હોવાનું જાણવા મળે છે.