તા.14 અને 15 જાન્યુ.ના રોજ સીટી બસો રોડ ઉપર ઓછી દોડશે

ઉત્તરાયણ તહેવારની ગુરુવારે ધામધૂમથી શહેરીજનો ઉજવણી કરશે. આ પ્રસંગે રોડ પર પતંગ પકડવા દોડી જતા લોકોના લીધે વાહનો સાથે એક્સિડેન્ટ થાય છે અને અમુક કેસમાં તો લોકોને ગંભીર ઇજાઓ પણ થાય છે. બીઆરટીએસ કોરિડોરમાં પણ પતંગ પકડવા માટે બાળકો આવી જાય છે અને દુર્ઘટના સર્જાય છે. જેને ધ્યાને રાખી ૧૪ અને ૧૫ તારીખે સીટી અને બીઆરટીએસ બસ સેવાના શિડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પાલિકાએ જણાવ્યાનુંસાર ૧૪ -
તારીખે બીઆરટીએસ બસ સેવા સદંતર બંધ રહેશે. જ્યારે સીટીબસ - સેવા ૩૦ ટકા શિડયૂલ મુજબ દોડશે. "જ્યારે બીજા દિવસે એટલે કે ૧૫ જાન્યુઆરીના રોજ બીઆરટીએસ - બસ ૩૦ ટકા જયારે સીટીબસ સેવા - ૫૦ ટકા શિડયૂલ હિસાબે દોડાવવામાં 1 આવશે. ઉલ્લેખનીય છે કે હાલ -બીઆરટીએસ કોરિડોરના ૧૩ રૂટ - પર ૩૬૭ બીઆરટીએસ બસો દોડે - છે. જયારે ૪૫ સીટીબસ રૂટ પર - ૩૮૭ બસોનું સંચાલન પાલિકા દ્વારા - કરવામાં આવે છે. પ્રતિદિન ૨ લાખથી -વધુ લોકો બસ સેવાનો લાભ લઇ રહ્યાં હોવાનું જાણવા મળે છે.

