જમીન દફતર ખાતામાં વર્ગ-3 ની 46 સહિત 1141 જગ્યા પર ભરતીના એંધાણ

રાજ્યમાં જમીન માપણી- રિ સરવે અને પ્રમોલગેશનની પ્રક્રિયા ઝડપથી પાર ઉતરાવા જમીન દફતર ખાતાની કામગીરીનુ વિકેન્દ્રીકરણ કરવાનો સેટલમેન્ટ કમિશનરે નિર્ણય કર્યો છે. જેમાં જિલ્લા કક્ષાએ જમીન દફતર નિરીક્ષક-DILRની વર્ગ-૨ની જગ્યા તાલુકા સ્તરે કાર્યરત થતા તેને નવુ નામ અપાયુ છે. જે ઇન્સ્પેક્ટર લેન્ડ રેકૉ- ILR તરીકે ઓળખાશે. તેના માટે સરકારે વર્ગ-૨ના ૪૬ ILR સહિત સાગમટે ૧,૧૪૧ જગ્યાઓ ભરવા મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી પ્રતાપ બુંબડીયાની સહીથી સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામકને એક પત્ર લખવામાં આવ્યો છે. જેમાં કહેવાયુ છે કે, તાલુકા કક્ષાએ જમીન દફતરની કામગીરીનું વિકેન્દ્રીકરણ કરવાથી DILRની જગ્યાને હવેથી ILR તરીકે જ ઓળખવામાં આવશે. સાથે જ જમીન દફતર તંત્રમાં રહેલા કલાર્ક સંવર્ગની જગ્યાઓને પણ સર્વેયરમાં તબદિલ કરવામાં આવશે. જેના માટે આગામી એક જ વર્ષમાં જમીન દફતર ખાતા હેઠળ સીધી ભરતીના ફાળાની વર્ગ-રની કુલ ૪૬ જગ્યાઓ, વર્ગ-૩ના સિનિયર સર્વેયરની કુલ ૧૦૦ દગ્યાઓ તથા સર્વેયર સંવર્ગની કુલ ૧.૧૪૧ ખાલી જગ્યાઓ સ્પેશ્યલ ભરતી દ્વારા એક સાથે ભરવામા આવશે. આ સિવાય જિલ્લા કક્ષાએ નાયબ હિસાબનીશની કુલ ૩૩ નવી જગ્યાઓ પણ ઉભી કરવામા આવનાર હોવાનું જાણવા મળે છે.

