બેગમાંથી છરો કાઢી ફરિયાદી તથા સાહેદને ઈજા પહોચાડનાર આરોપીના રેગ્યુલર જામીન અરજી મંજુર કરતી સુરતની નામદાર સેસન્સ કોર્ટ

આરોપીએ ફરિયાદી તથા સાહેદ પોતાના રૂમ પર સૂતા હતા તે વખતે આરોપી પોતાના રૂમ પર આવી ફોન ઉપર જોર જોરથી વાતચીત કરતા હોય જેથી ફરિયાદી જાગી ગયેલ અને ફરિયાદીએ કહેલ કે પોતાને નાઈટ ડ્યુટી છે જેથી તમે બહાર જઈને વાત કરો જેથી આરોપીએ ફરિયાદી સાથે ઝઘડો કરવા લાગતા સાહેદ વિશ્વજીતનાઓ જાગી ગયેલ અને સાહેદ ઝઘડો નહીં કરવા સમજાવી રસોડામાં મોં ધોવા જતા ફરિયાદી સાથે આરોપીએ ગાળ ગલોચ કરી ઝઘડો કરતા આરોપીએ પોતાની બેગમાંથી છરો કાઢી ફરિયાદીને માથાના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી તેમજ સાહેદ વિશ્વજીતને રસોડામાં જઈને તેને પણ માથામાં હાથમાં ગળાના પાછળના ભાગે મારી આ કામના ફરિયાદીએ તથા સાહેદે આરોપીને ધક્કો મારી રૂમની બહાર કાઢી દરવાજો બંધ કરી દીધેલ બાદ આરોપીએ ફરિયાદી તથા સાહેદને કહેલ કે રૂમમાં રહેતા નહીં, નહીં તો હું જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી જઈ ગુનો કર્યા વગેરે બાબતની એફઆઈઆર ઉધના પોલીસ સ્ટેશનમાં તારીખ ૨૭-૦૩-૨૬ ના રોજ નોંધાયેલ. જેમાં આરોપીએ વકિલશ્રી ફેનિલ ડી. માસ્તર અને પ્રેમ એ. જરીવાલા મારફતે નામદાર સેસન્સ કોર્ટમાં જામીન ઉપર મુકત થવા માટે રેગ્યુલર જામીન અરજી કરેલ. જેમાં વકિલશ્રી ફેનિલ ડી. માસ્તર અને પ્રેમ એ. જરીવાલા નાઓએ નામદાર કોર્ટમાં દલીલ કરેલ. જે દલીલ નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીની રેગ્યુલર જામીન અરજી મંજુર કરી હતી.

