ચિરાગ ગોટીના કેસમાં યુવરાજ જાદવની ધરપકડ ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટની રોક

થોડા સમય પહેલાં જે ચિરાગ ગોટીનો ખૂબ ચર્ચિત એવો માર મારતો વિડીયો વાયરલ થયેલો એ વિડીયો વાયરલ થયા બાદ અલગ અલગ પો.સ્ટે.માં ચિરાગ ગોટી તથા અન્યો વિરુદ્ધ મારામારી કરવાના, ખંડણી માંગવાના તથા કિડનેપિંગ કરવા જેવા ગુનાઓમાં એફ.આઈ.આર. નોંધાઈ હતી. જે પૈકી એક એફ.આઈ.આર. જીગ્નેશ વ્યાસે ચોક બજાર પો.સ્ટે. તથા તેના ભાઈ પ્રભાત વ્યાસે કતારગામ પો.સ્ટે.માં ચિરાગ ગોટી તથા અન્યો વિરુદ્ધ નોંધાવેલ હતી. તે પૈકીના સહ આરોપી યુવરાજ જાદવ જે પોતે વકીલ છે તથા જીગ્નેશ વ્યાસની ઓફિસની બાજુમાં જ ઓફિસ ધરાવતો હતો. જેથી યુવરાજ જાદવ સારી એવી આવક ધરાવે છે જેની જાણ થતાં જીગ્નેશ વ્યાસ અને તેના ભાઈ પ્રભાતે યુવરાજ જાદવ સાથે મિત્રતા કેળવેલી ત્યારબાદ આ મિત્રતાનો લાભ લઈ યુવરાજ જાદવ પાસે જીગ્નેશ વ્યાસે અલગ અલગ ધંધાઓમાં રોકાણ કરાવેલ, જીગ્નેશ વ્યાસના લગ્ન તથા તેના ભાઈ પ્રભાતના લગ્નનો ખર્ચ કરાવેલ, એ સિવાય જીગ્નેશ વ્યાસની એમજી હેક્ટર ગાડીની લોન ભરપાઈ કરાવેલ આ સિવાય યુવરાજ જાદવે જીગ્નેશ વ્યાસના સગા સંબંધીઓને પણ રૂપિયા આપેલ. આમ મિત્રતાનો લાભ લઈ જીગ્નેશ વ્યાસે યુવરાજ જાદવ પાસે કરોડો રૂપિયા ખર્ચાવેલ તથા આ બધા રૂપિયા પાછા ન આપવા પડે તેથી મિત્રની પીઠ પાછળ છુરો ભોંકી દેવાના ઈરાદા સાથે જીગ્નેશ વ્યાસ તથા તેના ભાઈ પ્રભાત વ્યાસે કરાવેલી એફ.આઈ.આર.માં યુવરાજ જાદવને પણ આરોપી બનાવી દીધેલ. જે સંદર્ભે યુવરાજ જાદવે એડવોકેટ જીગ્નેશ હિંગુ મારફતે નામ.ગુજરાત હાઈકોર્ટમાં ફરીયાદ રદ્દ કરવા માટે અરજ ગુજારેલ તથા તે અરજીના કામે સિનિયર એડવોકેટ જુબીન એફ. ભરડા તથા એડવોકેટ નીતિન વી. પટેલે દલીલો કરેલી. સુનાવણી દરમિયાન નામ. ગુજરાત હાઈકોર્ટે બધા પુરાવાઓ તથા દલીલોને ધ્યાને લઈને નામ. ગુજરાત હાઈકોર્ટે યુવરાજ જાદવની ધરપકડ પર રોક લગાવતો ઓર્ડર કરીને યુવરાજ જાદવને મોટી રાહત આપેલી છે. તથા નામ. ગુજરાત હાઈકોર્ટના આ ઓર્ડર પરથી હાલના ફરીયાદીઓ વ્યાસબંધુઓની ફરીયાદ ઉપર સ્પષ્ટપણે શંકા ઊપજી આવે છે.

