જિલ્લા કલેકટર: સરકારી જમીન પરના દબાણો દૂર કરવા અમલીકરણ અધિકારીઓને કલેકટરની સુચના

જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેકટરાલયના સભાખંડમાં મળી હતી. બેઠકમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પ્રજાહિતને સ્પર્શતા રજુ થયેલા વિવિધ પ્રશ્નોની અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં હકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી.સુરત શહેરના મેયર દક્ષેષ માવાણીએ ગત ચોમાસા દરમિયાન શહેરમાં ખાડી વિસ્તારોમાં આવેલા પુરની સ્થિતિ પુનઃ ન સર્જાય તે માટે થયેલી કાર્યવાહી અંગે રજૂઆત કરતાં, કલેકટરે ડ્રેનેજ અને મહાનગરપાલિકા અને કમ્બાઇન્ડ દરખાસ્ત પ્રાયોરીટીના ધોરણે કરવા જણાવી, ઝીંણા તળાવો દૂર કરવામાં આવી રહયા હોવાનું પણ ઉમેર્યું હતું.ધારાસભ્ય અરવિંદભાઈ રાણાએ ઝાંપાબજાર ખાતેની મહિલા કર્મચારીઓથી કાર્યરત ગુજરાતની એકમાત્ર વુમન પોસ્ટ ઓફીસને બંધ નહી કરવાની રજૂઆત સંદર્ભે સીની.સુપ્રી.ઓફ પોસ્ટ ઓફીસિસરે પોસ્ટ ઓફિસનું વિલીનીકરણ ન થયા અને પોસ્ટ કાર્યરત રહે એના માટે આગળ અભિપાય મોકલા માટે કાર્યવાહી કરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું. . આ ઉપરાંત તેમણે તેમના મતક્ષેત્રમાં અશાંતધારા હેઠળના વિસ્તારોમાં મિલ્કત ખોટી રીતે તબદીલ ન થાય તેવી રજુઆત કરી હતી.કલેકટરે પોલીસ કિમશનર સાથે ચર્ચા કરી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
ધારાસભ્ય મુકેશભાઈ પટેલે બરબોધન ગામમાં તળાવ પાસે દબાણો દૂર કરવા તેમજ ઓલપાડ તાલુકાના વિવિધ ગામોમાં સરકારી જમીનો પર થયેલા દબાણો દૂર કરવા રજૂઆત હતી. મામલતદારે બરબોધન તળાવ પર દબાણો દૂર કરવા ગ્રામ પંચાયત દવારા નોટીસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. કલેકટરે ઓલપાડ તાલુકાના અટોદરા, બરબોધન, કાસલા બુજરંગ, મંદરોઇ ગામે સરકારી જમીન પરના દબાણો પોલીસ બંદોબસ્ત મેળવી દૂર કરવા સુચના આપી હતી.ઓલપાડ ધારાસભ્યે ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળાઓના બાંધકામ મંજુરી છતાં ઘણા સમયથી થતાં નથી, તેવી રજુઆત કરતાં કલેકટરે ગંભીર નોંધ લઇ, કોન્ટ્રાકટરોને બ્લેક લીસ્ટ કરવા સંબંધિત અધિકારીને તાકીદ કરી હતી. તેમણે જિલ્લાની પ્રાથમિક શાળાઓના બાંધકામના ચાલતા કામોનો રીપોર્ટ કરવા મામલતદારોને સુચના આપી હતી.ધારાસભ્યશ્રી મનુભાઈ પટેલે તેમના વિસ્તારની જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી પસાર થતી ભેદવાડ ખાડી પર ગેરકાયદેસરના દબાણો દૂર કરવા તેમજ ખાડીથી નિયત કરેલા મીટર દુર બાંધકામોની મંજૂરી આપવાની રજુઆત સંદર્ભે જીઆઇડીસીના અધિકારએ માપણી કરી, સર્વે કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. કલેકટરશ્રીએ જી.આઈ.ડી.સી. અને મહાનગરપાલિકાના અધિકારીઓને સંકલન કરી, તાત્કાલિક દબાણો દૂર કરવા સૂચના આપી હતી.ધારાસભ્યશ્રી સંદિપભાઈ દેસાઈએ ડીંડોલી થી કરાડના તરફ જતા ૧૮ મીટરના રસ્તામાં સુરત શહેરી વિકાસ સતા મંડળ હસ્તકના રસ્તા પર ગંદકી, દબાણ દુર કરવા સહિત રસ્તાને રીકારપેટ કરવાની રજૂઆત કરી હતી.ઉપરાંત સત્યાગ્રહ સ્મૃતિ ટ્રસ્ટ ભીમરાડ ખાતે નિર્માણાધીન ગાંધી આશ્રમની જમીનમાં અનધિકૃત દબાણ દુર કરવાની રજૂઆત કરી.તેમજ ઇચ્છાપોર ખાડીની સફાઈ, સહિત વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા. કલેકટરે તમામ અમલીકરણ અધિકારીઓને પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવા સુચના આપી હતી. ધારાસભ્ય સંગીતાબેન પાટીલે સરકારી કોલેજ માટેની જમીન અંગેની રજૂઆત કરી હતી.કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી સંકલન ભાગ- ૨ બેઠકમાં કલેકટરે જિલ્લાના તમામ ગામોમાં આવેલી સરકારી મિલકતોની જમીનો ૭/૧૨માં સરકારી ચોપડે ચડેલી છે કે નહી તે તપાસણી કરી, કામગીરી પુર્ણ કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સરકારી વસુલાત, પેન્શન કેસ, સિહત વિવિધ પ્રશ્નો ચર્ચાઓ કરવામાં આવી હતી.જિલ્લા કલેકટરશ્રીએ તમામ અધિકારીઓને દરેક ઓફિસોમાં વીજળીનો બિનજરૂરી વપરાશ ન થાય, સમયસર વિકાસકામોની ગ્રાંન્ટ વપરાશ થાય તે અંગે સૂચના આપી હતી.બેઠકમાં ધારાસભ્યો સહિત જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ સિહત અધિકારીઓ, નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, પ્રાંત અધિકારીઓ, મામતલદારશ્રીઓ તથા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

