Voice of Surat

ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટ્સ (CA)નું 1 માર્ચે પરિણામ

Posted On: |1 min read
Voice of Surat News

ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) દ્વારા જાન્યુઆરી ૨૦૨૪માં લેવાયેલી CA ફાઈનલ પરીક્ષાના પરિણામની તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે. લાખો વિદ્યાર્થીઓની આતુરતાનો અંત લાવતા સંસ્થાએ જણાવ્યું છે કે, ફાઈનલ કોર્સનું પરિણામ ૧ માર્ચ, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ICAI દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર સૂચના મુજબ, ઉમેદવારો પોતાનું પરિણામ મોડી સાંજ સુધીમાં સંસ્થાની અધિકૃત વેબસાઈટ icai.nic.in અથવા icai.org પર જોઈ શકશે. વિદ્યાર્થીઓ પોતાનો રજીસ્ટ્રેશન નંબર અને રોલ નંબર સાથે પરિણામ ચેક કરી શકશે. જાન્યુઆરી ૨૦૨૬ સત્ર માટેની ફાઈનલ પરીક્ષાઓ બે ગ્રુપમાં આયોજિત કરવામાં આવી હતી. ગ્રુપ-૧ ની પરીક્ષાઓ ૫, ૭ અને ૯ જાન્યુઆરીએ લેવામાં આવી હતી, જ્યારે ગ્રુપ-૨ ની પરીક્ષાઓ ૧૧, ૧૩ અને ૧૬ જાન્યુઆરી, ૨૦૨૬ ના રોજ યોજાઈ હતી. આ પરિણામો જાહેર થયા બાદ સફળ ઉમેદવારો 'ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ' તરીકેની વ્યાવસાયિક પદવી મેળવનાર હોવાનું જાણવા મળે છે.