1 માર્ચથી 5 મોટા ફેરફાર સીધા તમારા ખિસ્સા પર અસર કરશે

ભારતમાં સામાન્ય માણસના ખિસ્સા અને રોજીંદા જીવન પર તા.1 માર્ચ ર026થી સીધી અસર કરતા અનેક નિયમો બદલાવા જઇ રહ્યાં હોવાનું જાણવા મળે છે. સુરક્ષા વધારવા અને ફ્રોડ રોકવાના હેતુથી સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા ટ્રેન ટિકિટ, LPG સિલિન્ડર, સિમ કાર્ડ અને બૅન્કિંગ ક્ષેત્રે મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જો તમે પણ ડિજિટલ પેમેન્ટ કે રેલવેમાં મુસાફરી કરો છો, તો આ ફેરફારો વિશે જાણવું તમારા માટે અત્યંત મહત્ત્વનું છે.
1. રેલવે ટિકિટ બુકિંગની જૂની એપ થશે બંધ
રેલવે મુસાફરો માટે સૌથી મોટો ફેરફાર ટિકિટ બુકિંગમાં છે. ભારતીય રેલવે 1 માર્ચથી જૂની UTS એપ બંધ કરી રહી છે. હવે અનરિઝર્વ્ડ(જનરલ) અને પ્લેટફોર્મ ટિકિટ બુક કરવા માટે નવી 'રેલવન'(RailOne) એપનો ઉપયોગ કરવો પડશે. આ એપ સંપૂર્ણપણે એક્ટિવ થઈ જશે.
2. LPG, CNG અને PNGના ભાવમાં ફેરફાર
દર મહિનાની પહેલી તારીખની જેમ 1 માર્ચના રોજ પણ ઘરગથ્થુ અને કોમર્શિયલ LPG સિલિન્ડરના નવા રેટ જાહેર થશે. ક્રૂડ ઓઇલના ભાવના આધારે રસોઈ ગેસ મોંઘો થશે કે સસ્તો તે નક્કી થશે.
3. સિમ બાઇન્ડિંગ અને મેસેજિંગ એપ્સ પર નવા અંકુશ
ડિજિટલ ફ્રોડ રોકવા માટે સરકાર 1 માર્ચથી 'સિમ બાઇન્ડિંગ' અનિવાર્ય કરી રહી છે. હવે વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા એપ્સને એક્ટિવ સિમ કાર્ડ સાથે લિંક કરવા પડશે. જો સિમ લિંક નહીં હોય તો એપનો ઉપયોગ કરી શકાશે નહીં.
4. UPI પેમેન્ટ હવે વધુ સુરક્ષિત: માત્ર પિનથી નહીં ચાલે કામ
ડિજિટલ પેમેન્ટ કરતાં યુઝર્સ માટે મોટા સમાચાર છે. 1 માર્ચથી હાઇ-વેલ્યુ ટ્રાન્ઝેક્શન(મોટી રકમના વ્યવહાર) માટે માત્ર UPI PIN પૂરતો નહીં હોય.
5. બૅન્ક એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સના નિયમોમાં મોટો ફેરફાર
દેશની મોટી સરકારી બૅન્કો 1 માર્ચ, 2026થી મિનિમમ બેલેન્સના નિયમોમાં રાહત આપશે. હવે એક પણ દિવસ બેલેન્સ ઘટવા પર તરત જ દંડ વસૂલવાને બદલે 'એવરેજ મંથલી બેલેન્સ'(AMB)ને ધ્યાનમાં લેવામાં આવશે.

