Voice of Surat

ગરાણા જમાત સુરત તરફથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું

Posted On: |1 min read
Voice of Surat News

સુરત ગરાણા જમાત તરફથી પાંચમી જાન્યુઆરી 2025 રવિવારના રોજ યુવાનો માટે ગરાણા બોક્સ ક્રિકેટ લીગ સિઝન - ૩ તથા નાના બાળકો માટે ગરાણા પ્રીમિયર લીગ જુનિયર સિઝન - ૧ના નામથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ગરાણા જમાત સુરતના અલગ અલગ વિસ્તારમાં રહેતા નવયુવાનોએ ખુબ જ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો. જેમાં ગરાણા બોક્સ ક્રિકેટ લીગ સિઝન - ૩ ટુનર્નામેન્ટ ની ફાઈનલમાં ટીમ મુસ્તુફા વિજેતા થયેલ હતી તેમજ આ વર્ષે નાના બાળકોની ગરાણા પ્રીમિયર લીગ જુનિયર સિઝન - ૧ ટુર્નામેન્ટનમા ઉન યુનાઈટેડ ક્રિકેટ ટીમ વિજેતા થયેલ હતી. ક્રિકેટ મેચના અંત માં ગરાણા જમાત સુરતના પ્રમુખ તોફીક અબ્દુલ્લ સત્તાર ગરાણા, ઉપપ્રમુખ અબ્દુલ્લ કરીમ હાજી અબુબકર ગરાણા તથા જોઇન્ટ પ્રમુખ એડવોકેટ મુઝફફર ગરાણાના જણાવ્યા મુજબ ક્રિકેટનું આયોજન કરવાનું સર્વે સભ્યોનું એક જ મકસદ છે. સમાજ બધાજ એકમેક રહે. નવયુવાનો માં એકબીજા સાથે ભાઈચારો કાયમ બની રહે. તેમજ સમાજ રમતગમત ક્ષેત્ર તેમજ એજયુકેશન માં ઉચ્ચ કક્ષા એ જાય તેવુંસુરત ગરાણા જમાતના પ્રમુખે અખબારી યાદીમાં જણાવ્યું છે.