રાજ્યમાં ખોટી રીતે ટોલ ઉઘરાવવો અને વધુ નાણાં વસૂલવાની ફરિયાદ!!

મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં એક લાખથી માંડીને ૨૨ લાખ સુધીનો દંડ ફટકારાયો છે. ગુજરાતમાં નેશનલ હાઈવેના અત્યારે ૬૨ ટોલ પ્લાઝા કાર્યરત છે, જ્યાંથી સરકારને ટોલ ટેક્સ ફ્રી પેટે કરોડોની આવક થઈ રહી છે. ટોલ ટેક્સના ઉઘરાણા સહિતના મુદ્દે ગુજરાતમાંથી છેલ્લા ત્રણ વર્ષમાં ૯,૭૬૨ ફરિયાદો મુસાફરો દ્વારા કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજસ્થાનમાં ત્રણ વર્ષમાં ૨૬,૪૨૪, મહારાષ્ટ્રમાં ૯,૨૦૬ અને મધ્યપ્રદેશમાં ૮,૭૯૭ ફરિયાદો મળી હતી. ઓડિસામાં વધારાની યુઝર ફ્રી વસૂલ કરવાના કિસ્સામાં ૨૨.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે જ્યારે સાઈન બોર્ડની જાળવણી નહિ કરવાના કિસ્સામાં એક લાખ રૂપિયાનો દંડ કરાયો છે, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટે ગુરુવારે કામકાજનો આ ચિઠ્ઠો જાહેર કર્યો હતો, જોકે ગુજરાતમાં હજારો કરિયાદો મળી પરંતુ શું પગલાં લેવાયા તે વિશે કોઈ જ ફોડ પાડવામાં આવ્યો ન હોવાનું જાણવા મળે છે.

