ભારત-ઇઝરાયેલની મિત્રતા ‘વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી’માં ફેરવાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેની બેઠક પછી બંને દેશોએ તેમના સંબંધોને ‘વિશેષ વ્યૂહાત્મક ભાગીદાર’માં ફેરવાનો નિર્ણય કર્યો હતો અને મુક્ત વેપાર કરાર (એફટીએ)ની મંત્રણાના ફાસ્ટ ટ્રેક પર મૂકવા સંમત પણ સંમત થયા હતાં. બંને દેશો વચ્ચે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી, વેપાર, રોકાણ, શિક્ષણ, મેન્યુફેક્ચરિંગ સહિતના ક્ષેત્રોમાં કુલ 17 કરાર અને દસ્તાવેજ થયાં હતાં. ગાઝા શાંતિ પહેલને ભારતનું સમર્થન જાહેર કરીને વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે માનવતાને ક્યારેય સંઘર્ષનો ભોગ બનાવવી ન જોઇએ.
નેતન્યાહૂ સાથે વ્યાપક વાટાઘાટો કર્યા પછી મીડિયા નિવેદનમાં પીએમ મોદીએ કહ્યું હતું કે ભારતના સુરક્ષા હિતો મધ્યપૂર્વમાં શાંતિ અને સ્થિરતા સાથે સીધી રીતે જોડાયેલા છે અને નવી દિલ્હી ગાઝામાં સંઘર્ષના શાંતિપૂર્ણ ઉકેલ માટે ભાર મૂકી રહ્યું છે. બંને વડાપ્રધાનો વચ્ચેની બેઠક પછી ભારત અને ઇઝરાયલે કુલ 17 કરારો અને દસ્તાવેજો પર હસ્તાક્ષર કર્યા હતાં, તેનાથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, વેપાર, રોકાણ, શિક્ષણ, મેન્યુફેક્ચરિંગ, સંસ્કૃતિ, દરિયાઈ વારસો, કૃષિ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં સહયોગ ગાઢ બનશે.
બંને નેતાઓએ ગાઢ સંરક્ષણ સહકાર માટે એક માળખુ સ્થાપિત કર્યું છે. આ માળખા હેઠળ બંને દેશો ટેકનોલોજી ટ્રાન્સફર સાથે ભારતમાં મિલિટરી ઇક્વિપમેન્ટના સંયુક્ત વિકાસ અને સંયુક્ત-ઉત્પાદનની વિચારણા કરાશે. તેનાથી ભારતને એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ જેવી હવાઇ સંરક્ષણ સિસ્ટમો માર્ગ મોકળો થશે. વિદેશ સચિવ વિક્રમ મિસરીના જણાવ્યા અનુસાર બેઠકમાં અમેરિકા-ઈરાન વચ્ચેની મડાગાંઠ અને પ્રદેશના અન્ય મુદ્દાઓ પર ચર્ચાવિચારણા થઈ હતી. પીએમ મોદીએ સંવાદ ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે આ મુદ્દાઓના શાંતિપૂર્ણ ઉકેલ માટે જો જરૂર પડે તો નવી દિલ્હી સમર્થન આપવા તૈયાર છે.
પીએમ મોદીએ જણાવ્યું હતું કે આપણા સંબંધો સમયની કસોટી પર ખરા ઉતર્યા છે. આજે અમે અમારી ભાગીદારીને ‘વિશેષ વ્યૂહાત્મક ભાગીદારી’ સુધી વધારવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. આ નિર્ણય બંને દેશોના લોકોની આકાંક્ષાઓને પ્રતિબિંબિત કરે છે. આપણો આર્થિક સહયોગ વૃદ્ધિ, ઇનોવેશન અને સહિયારી સમૃદ્ધિનું પ્રેરકબળ છે. ગયા વર્ષે અમે પરસ્પર રોકાણને પ્રોત્સાહન આપવા માટે દ્વિપક્ષીય રોકાણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. અમે ટૂંક સમયમાં પરસ્પર ફાયદાકારક મુક્ત વેપાર કરાર (FTA)ને પણ અંતિમ સ્વરૂપ આપીશું. 2027માં મોદીની ઇઝરાયેલ મુલાકાત દરમિયાન બંને દેશો તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ફેરવવા સંમત થયાં હતાં. ક્રિટિકલ અને ઊભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં ભાગીદારી અંગે મોદીએ જણાવ્યું હતું કે ટેકનોલોજી આપણી ભાવિ ભાગીદારીમાં કેન્દ્રસ્થાને છે. આજે અમે એક મહત્વપૂર્ણ અને ઉભરતી ટેકનોલોજી ભાગીદારી સ્થાપિત કરવાનું નક્કી કર્યું છે. આનાથી AI, ક્વોન્ટમ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં સહયોગને નવી ગતિ મળશે. ઇઝરાયલમાં UPI (યુનાઇટેડ પેમેન્ટ ઇન્ટરફેસ)ના ઉપયોગ માટે એક કરાર થયો છે. અમે ડિજિટલ હેલ્થના ક્ષેત્રમાં અમારા અનુભવો શેર કરીને લોકોના જીવનમાં સુધારો લાવવા માટે પણ પ્રતિબદ્ધ છીએ. ભારત ‘સુદર્શન ચક્ર’ નામનું સ્વદેશી હવાઈ સંરક્ષણ કવચ વિકસાવવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે એવું જાણવા મળ્યું છે કે ભારત ઇઝરાયેલની પ્રખ્યાત આયર્ન ડોમ હવાઈ સંરક્ષણ પ્રણાલીના કેટલાંક ઇક્વિપમેન્ટને સ્વદેશી કવચમાં સામેલ કરવાની શક્યતા ચકાસી રહ્યું છે. આ દિશામાં એક પગલું આગળ વધીને, અમે વિલેજ ઓફ એક્સેલન્સની સ્થાપવા માટે કામગીરી કરી રહ્યાં છીએ. આનાથી ભારતના દરેક ગામમાં ઇઝરાયેલી ટેકનોલોજી આવશે, જેનાથી લાખો ખેડૂતોની આવક અને ઉત્પાદકતામાં નોંધપાત્ર વધારો થશે.

