ભારત આ વર્ષે જ અંતરિક્ષમાં પોતાનું AI ડેટા સેન્ટર ઉભું કરીને નવો ઇતિહાસ રચશે

ભારત ડિસેમ્બર 2026માં ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચી શકે છે.NeovCloud નામના સ્ટાર્ટઅપ અને ચેન્નાઇ સ્થિત Agnikul Cosmosકંપની ભેગા મળીને મળીને ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ AI ડેટા સેન્ટર અંતરિક્ષમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ ડેટા સેન્ટરની પ્રથમ ઝલક 2026માં દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલ એઆઇ ઇમ્પેક્ટ સમિટ દરમિયાનNeovCloud દ્વારા રજૂ કરવામાં આવી હતી. કંપનીનો દાવો છે કે આ પ્રોજેક્ટ ખર્ચ ઘટાડશે, ડેટા પ્રવાહ ઝડપથી વધારશે અને કુદરતી આપત્તિઓ દરમિયાન જમીન આધારિત ડેટા સેન્ટર કરતાં વધુ સુરક્ષિત રહેશે. આ હાઇ-રિસ્ક મિશન અંતર્ગત એઆઇ I સિસ્ટમને પૃથ્વીની ભ્રમણકક્ષામાં ચલાવવામાં આવશે. સૂર્ય ઊર્જાથી સંચાલિત અને અંતરિક્ષના ઠંડા વેક્યૂમ દ્વારા કુદરતી રીતે ઠંડક પ્રાપ્ત કરતું આ ડેટા સેન્ટર આધુનિક અને સ્કેલેબલ હાર્ડવેર તરીકે વિકસાવવામાં આવશે. NeovCloud ના સ્થાપક અને CEO એ. નરેન્દ્ર સેને જણાવ્યું હતું, “અમે માત્ર અંતરિક્ષમાં ડેટા સેન્ટર બનાવી રહ્યા નથી, પરંતુસંપૂર્ણ નવી ઓર્બિટલ ઇન્ફરન્સિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા છીએ.” આ ડેટા સેન્ટરની મુખ્ય વિશેષતાઓ મુજબ જમીન પરના બાંધકામના સમયને ઘટાડવાનો ઉદ્દેશછે, ભ્રમણકક્ષા સંપૂર્ણ સોલાર પાવર પર આધારિત છે અને આ સેન્ટર પાણી અથવા જમીન આધારિત કૂલિંગ સિસ્ટમ પર નિર્ભર નહીં રહે અંતરિક્ષ આધારિત ડેટા સેન્ટરનો વિચાર વૈશ્વિક સ્તરે વર્ષોથી ચર્ચામાં રહ્યો છે. જોકે અત્યાર સુધી આ વિચાર મોટાભાગે સિદ્ધાંત પૂરતો જ રહ્યો છે. અમેરિકા માં એક્સિઓમ સ્પેસ અને સ્ટારક્લાઉડ દ્વારા મર્યાદિત પ્રયોગો થયા છે. હવે Agnikul અને NeovCloud આ વિચારને વ્યાવહારિક અને મોટા પાયે અમલમાં મૂકવા માંગે છે. વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર, ઓર્બિટમાં સોલાર પેનલને જમીન કરતાં વધુ સમય સુધી સૂર્યપ્રકાશ મળે છે. તદઉપરાંત કૂલિંગ માટે પેદા થતી ગરમી સીધી ડીપ સ્પેસમાં રેડિએટ થઈ શકે છે. (એજન્સી)

