શારદાયતન શાળાનું ગૌરવ
Posted On: |1 min read

સુરત શહેરના પીપલોદ ખાતે આવેલી શારદાયતન શાળાનો અંગ્રેજી માધ્યમ ધો.7માં અભ્યાસ કરતો વિદ્યાર્થી નિત્ય કૌશલ સારંગે ભાવનગર ખાતે યોજાયેલ ખેલ મહાકુંભ 3.0ની રાજ્ય કક્ષાની સ્વીમીંગ સ્પર્ધામાં અંડર-14 બોયઝ ગ્રૃપમાં 200 મીટરની ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ગોલ્ડ, 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં સિલ્વર, 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં ગોલ્ડ, 4'100 મીટરની ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં સિલ્વર, 4'100 મીટરની મીડલે રીલે સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરી સારંગ પરિવારનું નામ રોશન કર્યું છે.

