સુરતના ગોદાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ગોપાલ ઇટાલિયાના પોસ્ટરના વિવાદે તણાવ વધાર્યો
Posted On: |1 min read

સુરત શહેરના લિંબાયત ગોદાદરા વિસ્તારમાં ગુરુવાર સાંજે 8 વાગે યોજાનારી Aam Aadmi Partyની જાહેર સભા પહેલા વિરોધનો માહોલ સર્જાયો છે. આ સભામાં મુખ્ય અતિથિ તરીકે આવનાર ધારાસભ્ય Gopal Italiaના વિરોધમાં અનેક હિંદુ સંગઠનો આગળ આવ્યા છે. આજ સાંજે Vishwa Hindu Parishadના કાર્યકરો દ્વારા ગોપાલ ઇટાલિયાના પોસ્ટરો પર સ્યાહી ફેંકી જોરદાર નારેબાજી કરવામાં આવી હતી. કાર્યકરોએ જણાવ્યું હતું કે “હિંદુ વિરોધી નેતાને અમે અમારા વિસ્તારમાં આવવા નહીં દઈએ.” ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોમાં આમંત્રણક તરીકે લખાયેલા લખાણ અને એના ઉપરના પોસ્ટરો ઉપરથી વિવાદ સર્જાયો હતો. વધુમાં મળતી માહિતી મુજબ કાર્યક્રમનું સ્થળ હિંદુ બહુમતી વિસ્તાર હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ મુદ્દાને લઈને વિરોધ વધુ ઉગ્ર બન્યો હોવાનું જાણવા મળે છે.

