પાકિસ્તાન : સ્પોર્ટ્સ ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહેલા યુનિ.ના ખેલાડીઓ ભરેલી બસ અને વાન ટકરાતા ૧૫ના મોત, ૨૫ને ઇજા

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્પોર્ટ્સ ઇવેન્ટમાં જઈ રહેલા વિદ્યાર્થીઓની બસ અને વાન વચ્ચે ભયાનક ટક્કર થતાં ૧૫ લોકોના મોત થયા છે અને રપ લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળે છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક હચમચાવી દેનારી દુર્ઘટના સામે આવી છે, જેમાં માર્ગ અકસ્માતમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. લાહોરથી ૨૦૦ કિલોમીટર દૂર અદ્દા ફકીર દી ફુલી વિસ્તારમાં આ ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ, એક પેસેન્જર બસ અને વાન સામસામે ધડાકાભેર ટકરાઈ હતી. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં યુનિવર્સિટીના અનેક યુવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે.
યુનિવર્સિટી ઓફ વેટરનરી એન્ડ એનિમલ સાયન્સ (યુવીએએસ)ના વિદ્યાર્થીઓ અને રમતવીરો રમતગમતની સ્પર્ધામાં ભાગ લેવા માટે બસ દ્વારા લાહોર જઈ રહ્યા હતા ત્યારે કાળ તેમના પર ત્રાટક્યો હતો. આ ઘટનામાં ૨પ જેટલા લોકો ઘાયલ થયાહોવાનું જાણવા મળે છે.

