Voice of Surat

સોના-ચાંદીમાં તેજી: ચાંદીમાં 10,000નો વધારો, સોનું રૂા.2100 વધ્યું

Posted On: |1 min read
Voice of Surat News

સોના–ચાંદીમાં જોરદાર તેજી જોવા મળી છે. આજે બજાર ખુલતાની સાથે જ ચાંદીના ભાવમાં ભડકો થયો હતો અને ૧૦ હજારનો વધારો નોંધાયો હતો. સોનામાં પણ આજે બેકાબુ તેજી જોવા મળી હતી અને ૨૦૦૦નો વધારો ખુલતાની સાથે નોંધાયો હતો. આજે એમસીએકસમાં સોનુ ૧૪૦૮૪૦ પર પહોંચ્યું છે અને ચાંદીમાં એમસીએકસમાં ભાવ ૨૬૨૮૬૦ પર જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં jio પોલિટિકલ પરિસ્થિતિ વચ્ચે સોના - ચાંદીના ભાવમાં સતત વધારો નોંધાયો છે આ ઉપરાંત ઈન્ડસ્ટ્રીમાં ચાંદીનો વપરાશ ૩૦૦ ટકા વધ્યો છે જેને કારણે ચાંદીનો ભાવ બેકાબુ બન્યો છે. ડીમાન્ડની સાથે ઉત્પાદન પણ ઓછું હોવાને કારણે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અજે ચાંદીમાં ૧૦ હજારનો વધારો થતાં રાજકોટની બજારમાં પણ ચાંદીનો ભાવ ૨૬૫૪૦૫ પર પહોંચી ગયો છે. નિષ્ણાંતો માની રહ્યાં છે કે ચાંદી દિવાળી સુધીમાં ૩.૨૫ લાખ પર પહોંચશે. બીજી તરફ સોનાનો ભાવ રાજકોટમાં ૧,૪૫,૦૦૦ સુધી પહોંચી ગયો છે. આજે સોનાના ભાવમાં ૭૦ ડોલરનો વધારો નોંધાતા આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોનુ ૪૫૭૩ ડોલર સુધી પહોંચી ગયું છે.