Voice of Surat

પરમ વ્હીલ્સ મહેન્દ્રએ અમદાવાદમા XUV 7XO અને XEV 9S લોન્ચ કરી

Posted On: |1 min read
Voice of Surat News

પરમ વ્હીલ્સ મહિન્દ્રાએ બુધવારે અમદાવાદમાં મહિન્દ્રાની નવી SUV XUV 7XO અને XEV 9S લોન્ચ કરી. ગ્રાહકો, ઓટોમોબાઈલ રસિકોએ અને મીડિયાના લોકોએ પ્રતિનિધિઓએ પરમ વ્હીલ્સ મહિન્દ્રાના નરોડા શોરૂમની મુલાકાત લીધી, જ્યાં નવી લોન્ચ કાર્સના ફીચર ડેમો અને બુકિંગ માહિતી પૂરી પાડવામાં આવી.

XUV 7X0ને અદ્યતન ટેકનોલોજી અને સેફટી પર ખાસ ધ્યાન રાખી એક પ્રીમિયમ SUV તરીકે તૈયાર કરવામાં આવી છે. તેમાં લેવલ-2 ADAS, ટ્રિપલ-સ્ક્રીન ડિજિટલ કોકપીટ, ઉન્નત સલામતી સુવિધાઓ છે જે મહિન્દ્રાની નવી ઓળખ બની રહી છે. XEV 9S સાથે, મહિન્દ્રાએ ઓલ-ઇલેક્ટ્રિક સેવન-સીટર SUV સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે. INGLO EV પ્લેટફોર્મ પર બનેલ, આ SUV મલ્ટીપલ બેટરી, લાંબી રેન્જ, ઝડપી-ચાર્જિંગ સપોર્ટ અને જગ્યા ધરાવતી થ્રી રો સિટિંગ ફેસિલિટી આપે છે.

પરમ વ્હીલ્સ મહિન્દ્રા પરમ વ્હીલ્સ ગ્રુપનો ભાગ જે અમદાવાદની પ્રતિષ્ટિત ઑટોમોબાઇલ ડીલર છે, જેના સમગ્ર શહેરમાં અનેક આઉટલેટ છે. પરમ વ્હીલ્સ મહિન્દ્રા આફ્ટર સેલ્સ સર્વિસ અને ટ્રાન્સપરન્ટ સેલ્સ પ્રોસેસથી લોકોનો વિશ્વાસ જીતી જાણીતું બન્યું છે. પરમ વ્હીલ્સ મહિન્દ્રા છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાતમાં મહિન્દ્રાનું નામ ઉજ્જવળ કરી ગ્રાહકો સાથે સુમેળ સંબંધો બનાવી રહ્યું છે. તમે આ કાર્સ વિષે વધુ માહિતી માટે અને બુકીંગ કરાવવા અમારા નરોડા, વસ્ત્રાલ, નારોલ, અને મણિનગર શૉ-રૂમની મુલાકાત લઇ શકો છો.