Voice of Surat

6 કોર્ષ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્ષની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ!!

Posted On: |2 min read
Voice of Surat News

ભારત સરકાર દ્વારા પેરામેડિકલના અને અલાઈડ હેલ્થકેરના વિવિધ 57 જેટલા કોર્સીસ માટે અલાયદા કમિશન(નેશનલ કમિશન ફોર અલાઈડ હેલ્થ કેર પ્રોફેશનલ્સ)ની રચના કરવામાં આવી છે, ત્યારે જુદી જુદી 10 કેટેગરીમાં સમાવાયેલા કોર્સીસમાંથી 16 જેટલા કોર્સીસ માટેની પ્રવેશ લાયકાતો-નિયમો કમિશન દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. જે મુજબ ધો.12 ન્યુટ્રિશન, ઓપ્ટોમેટ્રી અને સાયકોલોજી કોર્સમાં પ્રવેશ માટે નીટ નહીં લેવાય. નેશનલ અલાઈડ હેલ્થકેર કમિશન, દ્વારા હાલ દસ કેટેગરીમાં વિવિધ યુજી, પીજી, ડિપ્લોમા અને પીએચડી સુધીના કોર્સીસમાં પ્રવેશ માટેની લાયકાતો-નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં મેડિકલ લેબોરેટરી એન્ડ લાઈફ સાયન્સ કેટેગરીમાં મેડિકલ લેબોરેટરી સાયન્સ, ટ્રોમા બર્ન કેર એન્ડ સર્જિકલ-એનેસ્થેસિયા કેટેગરીમાં ટ્રોમા એન્ડ બર્ન્સ, એનેસ્થેસિયા એન્ડ ઓપેરશન થીએટર ટેકનોલોજી, ફીઝિયોથેરાપી કેટેગરીમાં ફીઝિયોથેરાપી(યુજી-પીજી-પીએચડી), ન્યુટ્રિશન સાયન્સ કેટેગરીમાં ન્યુટ્રિશન એન્ડ ડીએટિક્સ, ઓપ્થેલમિક સાયન્સ કેટેગરીમાં ઓપ્ટોમેટ્રિસ્ટ, ઓક્યુપેશનલ થેરાપી કેટેગરીમાં ઓક્યુપેશનલ થેરાપિસ્ટ, કમ્યુનિટી બીહેવિયરલ હેલ્થ કેટેગરીમાં સાયકોલોજિસ્ટ, બીહેવિયરલ એનાલિસ્ટ, મેડિકલ સોશિયલ વર્ક, સાયકિયાટિ સોશિયલ વર્ક કોર્સ માટે પ્રવેશ લાયકાત જાહેર કરાઈ છે.માત્ર ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી એમ બે કોર્સ માટે જ નીટ લેવાશે એટલે આ કોર્સમાં નીટના આધારે પ્રવેશ અપાશે. આમ હવે મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદ અને હોમિયોપેથી ઉપરાંત ફીઝિયોથેરાપી અને ઓક્યુપેશનલ થેરાપી સહિત કુલ છ કોર્સ માટે નીટ લેવાશે. જો કે આમ તો એનટીએ દ્વારા નર્સિંગ માટે પણ નીટ લેવાય છે પરંતુ ગુજરાતમાં નીટના આધારે નર્સિંગમાં પ્રવેશ થતા નથી.

આ ઉપરાંત કમિશને નેશનલ ટેસ્ટિંગ એજન્સીને પત્ર લખીને આગામી 2026ની નીટ 12 સાયન્સ પછીના યુજી ફીઝિયોથેરાપી તેમજ ઓક્યુપેશનલ થેરાપી કોર્સ માટે પણ લેવા અને તે માટેના નિયમો જાહેર કરવા જણાવ્યુ છે. અગાઉ ફીઝિયોથેરાપી, ઓક્યુપેશનેલે થેરાપી, ન્યુટ્રિશન, સાયકોલોજી અને ઓપ્ટોમટ્રી સહિતના પાંચ કોર્સમાં પ્રવેશ માટે નીટની દરખાસ્ત હતી પરંતુ સાયકોલોજી બીએમાં ગણવામાં આવતું હોય અને ઓપ્ટીટ્રીમાં મેથ્સ હોવાથી આ ત્રણ કોર્સમાં દરખાસ્ત પડતી મુકાઈ છે.