બજેટમાં જાહેર કરાયેલા 12માંથી 9 હાઇસ્પીડ કોરિડોર રૂા.7737 કરોડના ખર્ચે બનાવવા મંજૂરી

ગુજરાતના મુખ્યમંત્રી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ-રોડ નેટવર્કને વધુ વિકસિત કરવા 124 કામો માટે 7737 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. જેમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ, સલામત અને ઝડપી વાહન વ્યવહાર માટે 809 કિલોમીટર લંબાઈના 9 ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોરનું 5576 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાશે. તે સાથે રાજ્યના માર્ગોને ક્લાઈમેટ રેઝિલિયેન્ટ અને નવી ટેકનોલોજી સાથેના બનાવવા માટે 1147 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
રાજ્યમાં આ વર્ષના બજેટમાં 12 ગરવી ગુજરાત હા સ્પીડ કોરિડોરમાંથી 9 હાઈસ્પીડ
કોરિડોરના નિર્માણ માટેની મંજૂરી અપાઈ છે. તે માટે સીએમ પટેલ દ્વારા માર્ગ મકાન વિભાગને 7737 કરોડ રૂપિયા ફાળવાયા છે. તેમાં અનેક નવા માર્ગ અને પુલ પણ બનાવાશે. તેના કારણે નવા માર્ગોથી વાહન વ્યવહાર ઝડપી બનવા સાથે તેને સંલગ્ન મહત્વના અને અંતરિયાળ વિસ્તારોની કનેક્ટિવિટીમાં પણ વધારો થશે. સીએમ પટેલે સુવિધા સાથે સલામત માર્ગના જોડાણો છેવાડાના વિસ્તાર સુધી પહોંચે તે રીતે માર્ગો બનાવવા વિભાગને તાકીદ કરી છે. રાજ્યના રસ્તાઓની સપાટી સુધારણાના 79 કામો 803 કિ.મી.માં કરવા માટે 986 કરોડ રૂપિયાની મંજૂરી અપાઈ છે.વરસાદ-અતિવૃષ્ટિના કારણે રાજ્યના માર્ગોને વાતાવરણનો માર સહન કરી શકે તેવા ટેક્નોલોજી સાથેના બનાવાશે. જેથી લોકોને ચોમાસુ અને તે પછી પણ બિસ્માર માર્ગના કારણે પસાર થવું પડે છે અને કરોડો રૂપિયા પાણીમાં જાય છે તેના બદલે ક્લાઈમેટ રેઝિલિયેન્ટ માર્ગ 1147 કરોડના ખર્ચે બનાવવામાં આવાર હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

