Voice of Surat

આગ્રામાં અકસ્માત: કારે પાંચ નિર્દોષોનો જીવ લીધો, બે ગંભીર

Posted On: |1 min read
Voice of Surat News

ઉત્તર પ્રદેશના આગરા શહેર નજીક એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. નવા આગરાના નગલા બુધી વિસ્તારમાં એક પૂરપાટ ઝડપે દોડતી કારે ઘરની બહાર બેઠેલા નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. આ ભયાનક દુર્ઘટનામાં પાંચ લોકોના કરુણ મોત થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર હોવાનું જાણવા મળે છે.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, અત્યંત તેજ રફતારમાં આવતી કારના ડ્રાઇવરે કાબૂ ગુમાવ્યો હતો. કાર પહેલા રોડ ડિવાઇડર સાથે અથડાઇ અને પછી રસ્તાની બાજુમાં બેઠેલા લોકોને કચડીને આગળની દિવાલ સાથે અથડાઈ ગઈ હતી. અકસ્માતમાં મૃત્યુ પામેલા બાબલી (૩૩) ભાનુ પ્રતાપ (૨૫) (જે પાર્સલ ડિલિવરી એજન્ટ તરીકે કામ કરતા હતા), કમલ (૨૩), કૃષ્ણ (૨૦) અને બંટેશ (૨૧) નો સમાવેશ થાય છે. રાહુલ અને ગોલુ ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુઃખદ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોને યોગ્ય તબીબી સારવાર તથા શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ભીડને કાબૂમાં લેવા માટે મોટો પોલીસ કાફલો તૈનાત કર્યો હતો. આરોપી કાર ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે અને વાહન જપ્ત કરવામાં આવ્યું છે.
અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. ડ્રાઇવરે દારૂ પીધો હતો કે નહીં અથવા બેદરકારીભર્યું ડ્રાઇવિગ કર્યું હતું. તેની પણ તપાસ ચાલી રહી હોવાનું જાણવા મળે છે.