સાઇબર ખતરો: તાત્કાલીક બ્રાઉઝર અપડેટ કરવાની સલાબ સીઇઆરટી-ઇનએ આપી

દુનિયાના સૌથી વધુ ઉપયોગમાં લેવાતા વેબ બ્રાઉઝર ગૂગલ ક્રોમ માં ગંભીર સુરક્ષા ખામીઓ સામે આવી છે. ભારતની સાઇબર સુરક્ષા એજન્સી ઇન્ડિયન કોમ્પ્યુટર ઇમર્જન્સી રિસ્પોન્સ ટીમ (સીઈઆરટી-ઈન) એ આ ખામીઓને 'હાઇ રિસ્ક' તરીકે જાહેર કરીને યુઝર્સને તાત્કાલિક બ્રાઉઝર અપડેટ કરવાની સલાહ આપી હોવાનું જાણવા મળે છે.
શું છે ખતરો?
સીઇઆરટી-ઈન ની ચેતવણી અનુસાર, આ ખામીઓનો ફાયદો ઉઠાવીને સાયબર હુમલાખોરો યુઝરની સિસ્ટમ્સને ટાર્ગેટ કરી શકેછે.
ડેટા ચોરી અને કમાન્ડ: હુમલાખોરો યુઝરને દૂષિત (મેલિસિયસ) વેબસાઇટ પર રિડાયરેક્ટ કરીને તેની સિસ્ટમ્સ પર તેની મરજી મુજબ કોઈપણ કમાન્ડ આપી શકે છે અને માલવેર ઇન્સ્ટોલ કરી શકે છે.
સિસ્ટમ્સ ક્રેશ: ડેટા ચોરી ઉપરાંત, ઘણા કિસ્સાઓમાં અટેકર્સ સિસ્ટમ્સને ક્રેશ કરીને તેનું કામ બંધ કરી
ટેક્નિકલ વિગતો: ક્રોમ બ્રાઉઝરના વી-૮ જાવાસ્ક્રિપ્ટ એન્જિન માં આ ખામી મળી આવી છે. જેને સીવીઈ-૨૦૨૫-૧૨૦૩૬ નંબરથી ચિહ્નિત કરવામાં આવી છે. આ ખામીને લીધે ટાઇપ-કન્ફ્યુઝન જેવી સમસ્યાઓ સર્જાય છે, જે હેકર્સને સિસ્ટમ્સ ની મેમરીમાં અનધિકૃત રીતે કોડ રન કરવાની મંજૂરી આપી શકે છે.
કયા યુઝર્સ સૌથી વધુ જોખમમાં?
સીઈઆરટી-ઈન એ ચેતવણી આપી છે કે વિન્ડોઝ, મેકઓએસ અને લાઇનક્સ ઓપરેટિંગ સિસ્ટમ્સ પર ક્રોમનો ઉપયોગ કરતા એવા યુઝર્સ કે જેમણે બ્રાઉઝરને તાજેતરમાં અપડેટ કર્યું નથી, તેઓ જોખમમાં છે.

