થાઇલેન્ડના રાજમાતાનું 93 વર્ષે નિધન ઃ ગરીબોના મસીહાએ અંતિમ શ્વાસ લીધા
Posted On: |1 min read

થાઈલેન્ડના રાજમાતા સિરિકીતનું શુક્રવારે ૯૩ વર્ષની વયે બેંગકોકની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. શાહી પરિવારે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી. રાજમાતા સિરિકીત સ્વર્ગસ્થ રાજા ભૂમિબોલ અદુલ્યાદેજના પત્ની અને વર્તમાન રાજા મહા વજિરાલોંગકોર્ન ના માતા હતા.
થાઇલેન્ડમાં તેમના નિધનથી શોકનો માહોલ છે. ૧૭મી ઓકટોબરથી તેઓ લોહીના ચેપને કારણે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, પરંતુ તેમની તબિયત સુધરી રહી નહોતી. સિરિકીત તેમના પરોપકારી કાર્યો અને ગરીબો માટેના પ્રોજેકટ્સને કારણે દેશમાં ગરીબોના મસીહા તરીકે ખૂબ લોકપ્રિય હતા. જોકે, તેમની સફર રાજકીય વિવાદોથી પણ દૂર નહોતી રહી. તેમના નિધનથી થાઇલેન્ડના રાજકારણ અને સમાજ પર લાંબો સમય પ્રભાવ પાડનાર એક યુગનો અંત આવ્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

