Voice of Surat

સુરત શહેરના સગરામપુરા વિસ્તારમાં જમીન માલિકે સરકારને છેતર્યા??

Posted On: |2 min read
Voice of Surat News

સુરત શહેરના ન્યુ રાંદેર વિસ્તારમાં રહેતા મોહંમદ સઇદ અબ્દુલ રહેમાન ટપાલીએ વોર્ડ નં.2માં આવેલી પોતાની માલિકીની જગ્યામાં વણવહેચાયેલા હિસ્સાનું ખુલ્લી જગ્યાનું દસ્તાવેજ એ.આર.ડેવલોપર્સને કરી આપ્યું તે જગ્યા તે સમયે ખુલ્લી હતી ખરી ?

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા મોહંમદ સઇદ અબ્દુલ રહેમાન ટપાલીની વોર્ડ નં.2 ખાતે જે મિલ્કત આવેલી છે તે મિલ્કતના કુલ ક્ષેત્રફળમાંથી દક્ષિણ દિશા તરફની જમીનનો દસ્તાવેજ એ.આર.ડેવલોપર્સને જુલાઇ માસમાં કરી આપ્યું હતું. મોહંમદ સઇદ અબ્દુલ રહેમાન ટપાલી આ જમીન વેચવા માટે નાયબ કલેક્ટર અને સબ - ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીમા તા.25-7-2025 ના રોજ પુરાવા સાથે અરજી કરી હતી. મિલ્કત લે-વેચ માટે કલેક્ટરની પૂર્વ પરવાનગી લેવાની હોવાથી આ અરજી કરવામાં આવી હતી. પણ વાત એ છે કે મિલ્કત ખરીદનાર અને વેંચનાર બંનેની એફિડેવીટ કરી કલેક્ટરને રજૂ કરવાની હોય છે. સાથે સાથે સ્થાવર મિલ્કતની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પરવાનગી લેવામાં આવે છે. કલેક્ટરને પૂર્વ પરવાનગી લેવા માટે જ્યારે મોહંમદભાઇએ જે એફિડેવીટ રજૂ કરી હતી ત્યારે તે એફિડેવીટમાં જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે ખુલ્લી જગ્યાનો હતો કે જગ્યા ઉપર બાંધકામ છે તેની એફિડેવીટ હતી તે તપાસનો વિષય છે.

મળતી માહિતી મુજબ જ્યારે દસ્તાવેજ કરવામાં આવે છે ત્યારે તેજ દિવસને સ્થાવર મિલ્કતની પરિસ્થિતિ હોય તેજ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી દસ્તાવેજની નોંધણી કરવામાં આવે છે. પણ આ મોહંમદ સઇદ અબ્દુલ રહેમાન ટપાલીએ ખોટી એફિડેવીટ કરી નાયબ કલેક્ટર અને સબ - ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરીમાંથી પરવાનગી લીધી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. નાયબ કલેક્ટર દ્વારા જો આ દસ્તાવેજમાં લેવામાં આવેલી પરવાનગી વખતે રજૂ કરવામાં આવેલી એફિડેવીટ અને સ્થળ ઉપરની સ્થળ તપાસ કરવામાં આવે તો હકીકત બહાર આવી શકે તેમ છે.

પરવાનગી લેવા માટે રજૂ કરેલ પુરાવા...

દસ્તાવેજમાં રજૂ કરેલ માહિતી......

દસ્તાવેજમાં મુકેલ એફિડેવીટ.....

વધુ માહિતી જાણવા વાંચતા રહો www.voiceofsurat.com