નેચરપાર્કથી મનપાને 40 લાખની વધુની આવક

દિવાળી રજાઓ શરૂ થતાં જ નેચર પાર્કમાં મુલાકાતીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. 16 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર સુધીના દસ દિવસમાં પાર્કમાં કુલ 1,76,926 મુલાકાતીઓ આવ્યા હતા અને કુલ 40,30,930 રૂપિયાની આવક નોંધાઈહોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર શહેરના સરથાણા વિસ્તારમાં આવેલ નેચર પાર્કમાં તા. 16 થી 23 ઓક્ટોબર દરમિયાન 81,119 મુલાકાતીઓ નોંધાયા હતા અને પાલિકાને 23 લાખની આવક થઈ હતી. ત્યારબાદ 24 અને 25 ઓક્ટોબર દરમિયાન પણ રેકોર્ડબ્રેક ભીડ જોવા મળી હતી. છેલ્લા ત્રણ દિવસમાં 44,683 મુલાકાતીઓ આવ્યા હતા 44,683 અને રૂા. 12,61,040ની આવક નોધાઇહોવાનું જાણવા મળે છે. દિવાળી વેકેશન પૂરું થાય ત્યાં સુધી મુલાકાતીઓનો ધસારો અકબંધ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વધતી ભીડને ધ્યાનમાં રાખી સુરક્ષા, સ્વચ્છતા અને ટિકિટ વ્યવસ્થામાં સુધારાઓ કરવામાં આવ્યા છે. નાગરિકોને ટિકિટ મેળવવામાં સરળતા રહે તે માટે નવી ચાર ટિકિટ વિન્ડો શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને રવિવાર અને જાહેર રજાના દિવસોમાં પાર્કમાં ભારે ભીડ જોવા મળી રહી છે. શહેરમાં ફરવા માટેના સ્થળોની સંખ્યા ઓછી હોવાને કારણે સરથાણા નેચર પાર્ક એક દિવસની નાનકડી ટૂર માટે લોકપ્રિય સ્થળ બની ગયું હોવાનું મુલાકાતીઓને જોઇને કહી શકાય છે.

