ચોરીના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

સુરત શહેરના ઘોડદોડ વિસ્તારમાં વર્ષ ૨૦૦૩ દરમિયાન બનેલા ચોરીના કેસમાં લગભગ ૨૩ વર્ષ બાદ કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છ! પ્રાપ્ત માહિતી મુજબ, ફરીયાદીના મજદા એપાર્ટમેન્ટ ખાતે આવેલા ફ્લેટમાં અજાણ્યા શખ્સે દરવાજાનું તાળું તોડી ગેરકાયદેસર રીતે પ્રવેશ કર્યો હતો અને અંદરથી રૂપિયા ૧૩,૦૦૦ની ચોરી કરવામાં આવી હતી! આ બનાવ અંગે ફરીયાદીએ ઉમરા પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ ૪૫૪, ૩૮૦, ૫૧૧ અને ૧૧૪ હેઠળ ગુનો નોંધાવ્યો હતો! આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને જામીન પર મુક્ત થયા બાદ મામલો કોર્ટમાં ટ્રાયલ માટે આગળ વધ્યો હતો! લાંબા સમય સુધી ચાલેલા ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષ આરોપોને પુરવાર કરવામાં નિષ્ફળ ગયો હોવાનું કોર્ટ દ્વારા નોંધાયુંહતું. આ દરમિયાન આરોપી તરફથી વકીલ તરીકે મહેન્દ્રસિંહ ડી.સોલંકી અને ભાવેશકુમાર કે.વાળા દ્વારા મજબુત દલીલો રજૂ કરવામાં આવી હતી. કોર્ટએ બચાવ પક્ષની દલીલોને માન્ય રાખીને અને પુરતા પુરાવાના અભાવે આરોપીને તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો. આ ચુકાદો લાંબા સમયથી ચાલતા કેસોમાં પુરાવાની મહત્વતાને ફરી એકવાર ઉજાગર કરતો હોવાનું માનવામાં આવી રહ્યું છે!

