પતિ દ્વારા કરવામાં આવેલ તેડી જવાનો દાવો ફેમીલી કોર્ટમાં મંજૂર

કોરોના કાળ દરમિયાન પતિની નોકરી છુટી જતા પતિ બે માસું ભાડુ ભરી શક્યા ન હતા. ફક્ત તેના લીધે પત્નિ કે જેઓ 70 થી 80 હજાર રુપિયા પ્રાઇવેટ નોકરી કરી કમાણી કરે છે. તેઓ સગીર પુત્રીને લઇને વાજબી કારણ વગર પતિનું ગૃહત્યાગ કરી દીધું હતું. પતિએ સૌ પ્રથમ મિસીંગ કંપલેઇન ફાઇલ કરી હતી અને પરિણીતા લોર્ડસ હોટલ રીંગરોડ ખાતે સગીર સાથે મળી આવી હતી પરંતુ પતિના ઘરે પરત આવી ન હતી. અને પરિણીતા પોતાની નોકરીના જોરે અલગ મકાન ભાડેથી લઇ સગીર સાથે રહેવા લાગી હતી. જેથી પતિએ ફેમિલિ કોર્ટમાં તેડવાનો દાવો અસલમ શેખ તથા નિલોફર શેખ વતી કર્યો હતો અને સાબીત કર્યું હતું કે પત્નિને ખુબ જ સારી રીતે રાખે છે ઉપરાંત પતિ અને પત્નિ બંને સૌ પ્રથણ આઠ વર્ષ લીવ ઇનમાં રહ્યા હતા ત્યારબાદ લગ્ન કરી બીજા આઠ વર્ષ સાથે રહેતા હતા અને કોરોના દરમિયાન પતિનો પગાર મોડુ આવતા ઘરના ભાડાને મુદ્દો બનાવી પોતાની મરજી મુજબનું જીવન જીવવા માટે સગીર દિકરને લઇ જતી રહી હતી અને કોઇપણ જાતનું શીરિરક કે માનસિક ત્રાસ ન હોવા છતાં વાજબી કારણ વગર ગૃહત્યાગ કરેલ અને કોર્ટમાં પત્નિ દ્વારા કોઇપણ પુરાવા આપવામાં ન આવતા તેણીએ કોઇ વાજબી કારણ થકી પતિને ગૃહત્યાગ કર્યો છે, અને પતિને વિવિધ ફોટા સાથે પત્નિને ખુશ રાખવા કરેલ વિવિધ ખર્ચાઓ વિવિધ બિલો રજૂ કર્યા હતા જેને ધ્યાને લઇ પતિનો તેડી જવાનો દાવો ફેમિલી કોર્ટએ મંજૂર કર્યો હતો.

